પોરબંદરઃ બોટમાં આગ લાગતા 7 માછીમારો પાણીમાં કૂદયા, કરાયું રેસ્ક્યૂ- Video

પોરબંદરઃ પોરબંદરમાં મધ દરિયેથી એક આગની ઘટનામાં ફસાયેલા 7 માછીમારોને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા માછી મારોને મધ દરિયેથી બચાવવામાં ભારે…

gujarattak
follow google news

પોરબંદરઃ પોરબંદરમાં મધ દરિયેથી એક આગની ઘટનામાં ફસાયેલા 7 માછીમારોને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા માછી મારોને મધ દરિયેથી બચાવવામાં ભારે જહેમત ઉઠાવાઈ હતી. આજે સોમવારે પોરબંદર નજીક ભારતીય જળ સીમામાં બનેલી આ ઘટનાને પગલે દરિયામાં જાણે કોઈ ફિલ્મનો સ્ટંટ ચાલતો હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા.

દિનેશ પટેલે બરોડા ડેરીના પ્રમુખ પદ પરથી આપ્યું રાજીનામું, વિધાનસભાની ચૂંટણીથી છે ચર્ચામાં

ફિશિંગ બોટમાં સવાર તમામ પાણીમાં કુદી ગયા
ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા આજે સોમવારે પોરબંદર નજીક ભારતીય જળ સીમામાં રહીને એક ફિશિંગ બોટમાં રહેલા માછીમારોને બચાવવાનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જય ભોલે નામની ફિશિંગ બોટમાં સવાર તમામનું કોસ્ટ ગાર્ડ દ્વારા સફળ ઓપરેશન હાથ ધરીને રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. વિગતો પ્રમાણે આ ફિશિંગ બોટમાં કોઈ કારણસર આગ લાગી ગઈ હતી. જેના કારણે માછીમારો દરિયામાં કુદી ગયા હતા. ગુમ થયેલા માછીમારોને બચાવવા ઈન્ડિયન કોસ્ટગાર્ડ આગળ આવ્યું હતું અને ગુમ થયેલા સાત માછીમારોનું કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.

DRI નો સપાટો, ચીનથી આવતો રૂ. 80 કરોડના ઈલેક્ટ્રોનિક સામાન અને ઈ-સિગારેટનો જથ્થો કર્યો જપ્ત

પોરબંદરથી 50 KM દૂર દરિયામાં ઓપરેશન
આ ઘટનામાં પાંચ વ્યક્તિ ગુમ થયા હતા અને બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. પોરબંદરના દરિયા કિનારેથી લગભગ 50 કિલોમીટર દરિયામાં સવારે આ ઘટના બની હતી. લગભગ દોઢ કલાકની જહેમત પછી કોસ્ટગાર્ડને આ માછીમારોને બચાવવામાં સફળતા મળી હતી. જે પછી બપોરે 1 વાગતા સુધી તેમને કિનારે લવાયા હતા.

    follow whatsapp