નવસારી: ન્યૂઝિલેન્ડના ઓકલેન્ડ શહેરમાં ગુજરાતી યુવાનની હત્યા કરી દેવામાં આવી છે. મૂળ નવસારીના જલાલપોર તાલુકાના વોડલી ગામના યુવાન જનક પટેલે દુકાનમાં લૂંટનો પ્રતિકાર કરતા લૂંટારૂઓ તેમની હત્યા કરીને ફરાર થઈ ગયા હતા. આ યુવક 8 મહિના પહેલા જ ન્યૂઝિલેન્ડમાં સ્થાયી થવા માટે ગયો હતો. ત્યારે ભારતીય મૂળવા યુવકની હત્યાથી ન્યૂઝિલેન્ડમાં રહેતા ભારતીયોમાં ઘણો રોષ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
8 મહિના પહેલા જ પતિ-પત્ની ન્યૂઝિલેન્ડ ગયા હતા
વિગતો મુજબ, મૂળ વડોલી ગામના વતની જનક પટેલના બે વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. લગ્ન બાદ આઠ મહિના પહેલા જ પતિ અને પત્ની બંને ન્યૂઝિલેન્ડમાં સ્થાયી થવા ગયા હતા. જ્યાં તેઓ એક દુકાનમાં કામ કરતા હતા. આ દુકાનના માલિક એક લગ્નમાં હાજરી આપવા નવસારી આવ્યા હતા, આથી તેમણે દુકાન ચલાવવાની જવાબદારી જનક પટેલને સોંપી હતી. તેઓ દુકાનમાં પત્ની સાથે જ હતા આ દરમિયાન લૂંટારૂઓ અંદર ઘુસી આવ્યા હતા અને બંને પતિ-પત્નીની છરી બચાવીને દુકાનના ગલ્લામાં રહેલા રોકડા તથા માલ સામાન લૂંટી રહ્યા હતા.
ન્યૂઝિલેન્ડમાં રહેતા ભારતીય સમાજમાં ભારે રોષ
આ દરમિયાન જનકભાઈએ તેમને રોકવાનો પ્રયાસ કરતા એક લૂંટારૂએ છરી વડે તેમના પર હુમલો કરી દીધી અને પેટ તથા ગળાના ભાગે જીવલેણ ઘા ઝિંક્યા હતા. જે બાદ લૂંટારૂઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. બીજી તરફ જનકભાઈના પત્ની પણ તેમની હાલત જોઈને બૂમાબૂમ કરવા લાગ્યા હતા. જોકે જનકભાઈનું જીવલેણ ઘાના કારણે મૃત્યુ નિપજ્યું હતું. ત્યારે ન્યૂઝિલેન્ડમાં રહેતા ભારતીયોમાં આ ઘટનાનો રોષ જોવા મળી રહ્યો છે. તેમની માણગી છે કે આ લૂંટારૂઓને ઝડપથી પકડીને સખતમાં સખત સજા કરવામાં આવે.
ADVERTISEMENT