બનાસકાંઠા : જિલ્લાના પાલનપુરમાંથી પસાર થતો અમદાવાદ-આબુરોડ હાઇવે ખાડાઓ પડી જવાના કારણે અમદાવાદ-આબુરોડ હાઇવે બંધ કરવામાં આવ્યો છે. આબુરોડ અને રાજસ્થાન જતા વાહનોને ચંડીસર, વાઘરોલ થઇ ચિત્રાસણી સુધીનું 30-35 કિલોમીટર લાંબુ ડાયવર્ઝન અપાયું છે. જેના પગલે વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
અત્રે ઉલ્લેખનીય છે કે, સામાન્ય વરસાદમાં જ અમદાવાદ-આબુરોડ બિસ્માર બન્યો હતો. રાજ્યનો ધોરીમાર્ગ સમાન આ મહત્વના નેશનલ હાઇવે કોઇ ગામડાના રોડને પણ સારો કેવડાવે તેવો બિસ્માર બન્યો છે. આ રોડ એટલો ખરાબ હતો કે લોડથી ભરેલા અનેક ખટારા પણ પલટી ગયા હતા. જો કે ગઇકાલે પડેલા સામાન્ય વરસાદમાં જ હાઇવે પર ખાડાઓ પડી જતા તેમાં પાણી ભરાઇ ગયા હતા.જેના કારણે ભારે હાલાકીનો સામનો વાહન ચાલકોએ કરવો પડ્યો હતો.
પાલનપુરના એરોમા સર્કલ પર બેરીકેડિંગ કરી દેવામાં આવ્યું છે. વાહનોને ડાયવર્ટ કરી દેવામાં આવ્યા છે. જો કે એક જ મહિનામાં અત્યંત મહત્વના હાઇવેને બધ કરી દેવામાં આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. વારવાર હાઇવે ઓથોરિટી દ્વારા રોડ બંધ કરી દેવામાં આવતા વાહનચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વાહન ચાલકો અને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT