વડોદરાઃ પેરિસ ખાતે ફરવા ગયેલા ગુજરાતીને ડોકટરને વિદેશમાં હાર્ટ એટેક આવ્યો હતો. આ દરમિયાન મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તેમણે હોસ્પિટલના સ્ટાફને ભારત દેશ અને PM મોદી વિશે જણાવતા થઈ જોવાજેવી. સ્ટાફે આ તબીબની સારવાર તો તાત્કાલિક શરૂ કરી દીધી પરંતુ તેની સાથે રૂ.60 લાખનું બિલ પણ માફ કરી દીધું હતું. આ દરમિયાન ગણતરીની મિનિટોમાં હોસ્પિટલ સ્ટાફે બલૂન એન્જિયોપ્લાસ્ટી કરી વડોદરાના ડોકટરનો જીવ બચાવ્યો હતો.
ADVERTISEMENT
રેસ્ટોરાંમાં આવ્યો એટેક….
વડોદરાના ડોકટર અનિલ ગોયલને પેરિસમાં અચાનક છાતીમા દુખાવો થયો હતો. ત્યારપછી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. આ દરમિયાન હોસ્પિટલ સ્ટાફે તેમના દેશ સહિતની વિગતો માગી હતી. હવે થયું એવું કે આ અનિલ ગોયલને ફ્રેન્ચ આવડતી નહોતી, જેના પગલે તેમણે ડોકટરોને ભારત દેશથી આવ્યો છું એવું જણાવવા પ્રયત્નો કર્યા. તથા આ દરમિયાન તબીબોને વધુ સમજણ પડે એટલે કહ્યું કે નરેન્દ્ર મોદી અમારા વડાપ્રધાન છે. આટલુ સાંભળતાની સાથે જ હોસ્પિટલ સ્ટાફે તાત્કાલિક સારવાર શરૂ કરી દીધી હતી.
PM મોદીનું નામ લીધું અને રૂ.60 લાખનું બિલ માફ
અનિલ ગોયલની ત્યારપછી 27 મિનિટની અંદર બલૂન એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવી હતી. જોકે તેમને પાંચ દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ રખાયા હતા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અનિલ ગોયલે જણાવ્યું કે ભારત અને વડાપ્રધાન મોદીના ઉલ્લેખના આ પાંચ દિવસની સારવારનું રૂ. 60 લાખનું બિલ થયું હતું. જે હોસ્પિટલ સ્ટાફે માફ કરી દીધી હતું.
ADVERTISEMENT