અમદાવાદઃ ગુજરાતમાં ઠંડીનો ચમકારો હવે થોડો શાંત થતો નજરે પડી રહ્યા છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં તાપમાન 2 ડિગ્રી સુધી ઉંચુ નોંધાયું છે. ત્યારે હવે ઠંડા પવનોની ગતિ પણ શાંત થઈ ગઈ છે. આ ઘટાડા પાછળ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયુ હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. અત્યારે દિલ્હીમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડ વેવની સ્થિતિ જણાઈ રહી છે. ગુજરાતની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઠંડીનો ચમકારો હજુ ઘટી શકે એવા એંધાણ જણાઈ રહ્યા છે.
ADVERTISEMENT
નલિયા ઠંડુગાર બન્યું…
ગુજરાતમાં કાશ્મીરની વાત કરીએ તો એ નલિયા જ છે. અહીં સૌથી વધુ ઠંડી 6.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાઈ હતી. જ્યારે સૌથી ઉંચા તાપમાનની વાત કરીએ તો એ ઓખામાં હતું. અત્યારે સમગ્ર રાજ્યમાં તાપમાન ઉંચુ આવ્યું છે. તથા વિવિધ શહેરોમાં પણ તાપમાનમાં નજીવા ફેરફાર થયા હોવાનું સામે આવ્યું છે.
આબુમાં ઠંડીનો રેકોર્ડ બ્રેક
ઠંડીએ અત્યારે ઠેર ઠેર રેકોર્ડ બનાવી દીધા છે. આવી જ કઈ સ્થિતિ માઉન્ટ આબુની છે. અહીં બરફની ચાદર છવાઈ ગઈ છે. આની સાથે પાણીના મોટાભાગના મેદાનો થીજી ગયા છે. તાપમાન માઈનસ ડિગ્રી હોવાથી ઘણા સ્થળે બરફવાળા પ્રદેશો જેવો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ સામાન્ય અથવા થોડા ફેરફાર થાય એવું રહી શકે છે.
રોજગારી મુદ્દે BJP સરકાર એક્શન મોડમાં, જાણો શું છે આગામી રણનીતિ
ગુજરાત માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અત્યારે રોજગારી મુદ્દે ભાજપ સરકાર સુપર એક્ટિવ થઈ ગઈ છે. મીડિયા અહેવાલો પ્રમાણે નવી ભરતી માટે ખાલી જગ્યાના પત્રકો આપવા GADને આદેશ કરાયો છે. મહિલાઓને સરકારી નોકરી મળે એના માટે સરકારે તજવીજ શરૂ કરી દીધી છે. આગામી પાંચ વર્ષમાં 1 લાખ મહિલાઓને તેઓ નોકરી આપવાનો લક્ષ્યાંક રાખી રહ્યા છે. આની સાથે પ્રાઈવેટ સેક્ટરમાં પણ વધુ ભરતી થાય એની તજવીજ હાથ ધરી દેવામાં આવી છે.
સુરતની શાળામાં વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતાના જ્ઞાનની ગળથૂથી અપાઈ, જાણો નવી પહેલ વિશે
પ્રાથમિક સરકારી શાળામાં બાળકોને અભ્યાસની સાથે જ્ઞાનની ગળથૂથી પણ અપાઈ રહી છે. સુરતની નગર પ્રાથમિક સરકારી શાળામાં બાળકને ભગવદ્ ગીતાનું જ્ઞાન ભણાવવામાં આવી રહ્યું છે. મીડિયા અહેવાલો પ્રમાણે ટૂંક સમયમાં રાજ્ય સરકાર દ્વારા પણ ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમ ઉમેરવામાં આવશે. ત્યારે કતારગામની નગર પ્રાથમિક સરકારી શાળામાં વિદ્યાર્થીઓને ભગવદ ગીતા આપીને અભ્યાસનો શ્રીગણેશ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT