રામ મંદિર કેસમાં સર્વસંમતિથી ચુકાદો આપનારી સ્પેશિયલ બેન્ચનો ભાગ રહેલા જસ્ટિસ નઝીર નિવૃત્ત!

સંજય શર્મા.નવી દિલ્હીઃ આજે ફરી સુપ્રીમ કોર્ટમાં 34 જજની મંજૂર સંખ્યામાંથી સાતનો ઘટાડો થયો છે. જસ્ટિસ સૈયદ અબ્દુલ નઝીર આજે તેમના કાર્યકાળના છેલ્લા દિવસે કોર્ટમાં…

gujarattak
follow google news

સંજય શર્મા.નવી દિલ્હીઃ આજે ફરી સુપ્રીમ કોર્ટમાં 34 જજની મંજૂર સંખ્યામાંથી સાતનો ઘટાડો થયો છે. જસ્ટિસ સૈયદ અબ્દુલ નઝીર આજે તેમના કાર્યકાળના છેલ્લા દિવસે કોર્ટમાં હાજર રહ્યા હતા અને સાંજે તેમની નિવૃત્તિ સમારોહ યોજાયો હતો. સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશને પરંપરાગત રીતે જસ્ટિસ સૈયદ અબ્દુલ નઝીરને વિદાય આપી છે. ઉલ્લેખનીય છે કે જસ્ટીસ નઝીર તે સ્પેશ્યલ બેચનો હિસ્સો પણ રહ્યા હતા જે બેચે રામ મંદિરના કેસમાં સર્વ સહમતી સાથેનો ચુકાદો આપ્યો હતો.

બાર એસોશિએશનના પ્રમુખે કહ્યું…
જસ્ટિસ સૈયદ અબ્દુલ નઝીરના વિદાય સમારંભમાં બોલતા, સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ વરિષ્ઠ વકીલ વિકાસ સિંહે કહ્યું કે, જસ્ટિસ નજીરના માટે મોટી ક્ષણ મારા વિચારમાં તે આવી જ્યારે તે અયોધ્યા મામલાની સુનાવણી કરી રહ્યા હતા. તે સુપ્રીમ કોર્ટોમાં ઘણા વર્ષો તક એક માત્ર અલ્પસંખ્યક ન્યાયાધીશ રહ્યા. તે આ બેચનો હિસ્સો બન્યા. લોકો વિચારતા હતા કે જસ્ટિસ નઝીર પોતાનો અલગ નિર્ણય લખશે. સહમતી કે નહીં. પરંતુ તેમણે પોતાના વિવેકથી કહી દીધું કે તેઓ દેશમાં ધર્મનિરપેક્ષતાના સાચા અવતાર છે. તેમણે નિર્ણય લખનારનું નામ લીધા વગર ફક્ત સર્વ સહમત નિર્ણય આપવા પર સહમતિ વ્યક્ત કરી, બાકી તે બહુમતના દૃષ્ટિકોણથી પણ સહમત થયા.

વિવાદીત ભૂમિ પર સ્વામિત્વ…
જસ્ટીસ નઝીર નવેમ્બર 2019માં એક પાંચ- ન્યાયાધીશોની સંવૈધાનીક પીઠનો હિસ્સો રહ્યા હતા, જેણે બાબરી મસ્જિદ-રામ જન્મભૂમિ મામલામાં નિર્ણય સંભળાવ્યો હતો. આ નિર્ણયમાં અયોધ્યામાં વિવાદીત ભૂમિ પર સ્વામિત્વ સર્વ સહમતિથી ભગવાન રામ વિરાજમાનને આપવામાં આવ્યું હતું અને એક અલગ મંદિરના નિર્માણની પરવાનગી અપાઈ હતી, જ્યાં ક્યારેક બાબરી મસ્જિદ હતી. બીજી તરફ સુન્ની વકફ બોર્ડને મસ્જિદ બનાવવા માટે એક અલગ જગ્યામાં પાંચ એકડ જમીન ફાળવવામાં આવી હતી.

    follow whatsapp