નવી દિલ્હીઃ જંતર-મંતર ખાતે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા સામે કુસ્તીબાજોની હડતાળ સતત બીજા દિવસે પણ ચાલુ છે. વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ અને કેટલાક કોચ પર મહિલા કુસ્તીબાજોની જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. ફેડરેશનની કામગીરી પર પણ સવાલો ઉઠાવ્યા હતા. ધરણા પર બેઠેલા કુસ્તીબાજોનું કહેવું છે કે જ્યાં સુધી ગુનેગારોને સજા નહીં થાય ત્યાં સુધી તેઓ ધરણા પર બેસી રહેશે. કોઈપણ રમતવીર કોઈપણ ઈવેન્ટમાં ભાગ લેશે નહીં. બીજી તરફ ધરણા પર બેઠેલા કુસ્તીબાજોને દંગલ ગર્લ અને બીજેપી નેતા બબીતા ફોગટનું પણ સમર્થન મળ્યું છે. વિરોધ પક્ષોએ પણ આ મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરવાનું શરૂ કરી દીધું છે.
ADVERTISEMENT
બ્રિજ ભૂષણે શું કહ્યું,
રેસલિંગ એસોસિએશનના પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહે આજતક સાથે વાત કરતાં કહ્યું કે મારા પર જે પણ આરોપો લગાવવામાં આવ્યા છે તે દીપેન્દ્ર હુડ્ડા અને કોંગ્રેસ દ્વારા પ્રાયોજિત છે. કેટલાક એવા ખેલાડીઓ છે જેમની કારકિર્દી ખતમ થઈ ગઈ છે. તે મારા પર આરોપ લગાવી રહ્યા છે. હું કોઈપણ પ્રકારની તપાસ માટે તૈયાર છું, જ્યારે કશું જ ન કર્યું હોય તો પછી કશાનો ડર રહેતો નથી.
ઓસ્ટ્રેલિયન ખેલાડી માઇકલ ક્લાર્કને તેની ગર્લફ્રેંન્ડે જાહેરમાં માર માર્યો
ખેલમંત્રી સાથે વાતચિત
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ડીજી સંદીપ પ્રધાન પણ અનુરાગ ઠાકુરના ઘરે પહોંચી ગયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે અહીં ડિનર કરવાની સાથે ખેલાડીઓ પોતાની ફરિયાદો રમત મંત્રી સાથે ચર્ચા કરી રહ્યા છે. ખેલ મંત્રી સાથે મુલાકાત કરનારા ખેલાડીઓમાં બજરંગ પુનિયા, વિનેશ ફોગટ, સાક્ષી મલિક, બબીતા ફોગટ, સત્યવ્રત અને અંશુ મલિકનો સમાવેશ થાય છે. વિરોધ કરી રહેલા તમામ કુસ્તીબાજો રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરને મળવા માટે દિલ્હીના સરકારી આવાસ પર પહોંચ્યા છે. ખેલ મંત્રી અનુરાગ ઠાકુર આજે રાત્રે દિલ્હી આવશે અને ખેલાડીઓ સાથે વાત કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે તમામ રેસલર્સને રાત્રે 10 વાગ્યે ડિનર માટે બોલાવ્યા છે. મીડિયા સાથે વાત કરતા ખેલ મંત્રીએ કહ્યું કે ખેલાડીઓના આરોપો ગંભીર છે. તેમની તપાસ કરવામાં આવશે. સ્પોર્ટ્સ ફેડરેશનને નોટિસ મોકલીને 72 કલાકમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે.
ADVERTISEMENT