તેલંગાણા સરકાર રાજ્યપાલના વર્તનના સામે પહોંચી સુપ્રીમ કોર્ટમાં

સંજય શર્મા.નવી દિલ્હીઃ તેલંગાણામાં, સરકાર અને રાજ્યપાલ વચ્ચેની લડાઈ એટલી હદે વધી ગઈ કે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરવો પડ્યો. તેલંગાણા સરકારે બંને વચ્ચેની…

gujarattak
follow google news

સંજય શર્મા.નવી દિલ્હીઃ તેલંગાણામાં, સરકાર અને રાજ્યપાલ વચ્ચેની લડાઈ એટલી હદે વધી ગઈ કે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરવો પડ્યો. તેલંગાણા સરકારે બંને વચ્ચેની લડાઈને કોર્ટ સુધી લઈ જવાનું નક્કી કર્યું છે અને હવે તેલંગાણા સરકારે સુપ્રીમ કોર્ટનો આ મામલાને લઈને દરવજો ખટખટાવ્યો છે. તેલંગાણા સરકાર અને રાજ્યપાલ ટી. સુંદરરાજન સામ સામે પડ્યા છે. તેલંગાણા સરકારે ટી. સુંદરરાજનના વર્તનને લઈને સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે.

નાગાલેન્ડમાં પહેલીવાર મહિલા MLA: રાજનીતિમાં આવ્યા હતા હેકાની જાખાલુ

ગજગ્રાહ કોર્ટ સુધી પહોંચતા હડકંપ
તેલંગાણા સરકારે રાજ્યપાલ ટી.સુંદરરાજન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. સરકાર દ્વારા વિધાનસભામાં પસાર કરાયેલા 10 બિલો પર રાજ્યપાલ તેમની સંમતિ પર હસ્તાક્ષર કરતા નથી. તેની સામે તેલંગાણા સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. ટી. સુંદરરરાજન સરકાર દ્વારા વિધાનસભામાં ચર્ચા બાદ કરવામાં આવેલા બિલો પર સહી કરતા નથી તેને લઈને હવે કોર્ટનો દરવાજો સરકારે ખટખટાવ્યો છે. જોકે સરકાર અને રાજ્યપાલ વચ્ચેનો આ ગજગ્રાહ કોર્ટ સુધી પહોંચતા રાજકીય હડકંપ મચ્યો છે.

સુરતમાં કોંગ્રેસના મહિલા નેતા જ દારૂની હેરાફેરી કરતા પોલીસે કરી ધરપકડ

2022થી પેન્ડિંગ છે પસાર થયેલા બિલો પરની સહીઓ
રાજ્ય સરકારનું કહેવું છે કે આ બિલો પસાર થયા બાદ સપ્ટેમ્બર 2022થી પેન્ડિંગ છે. રાજ્યપાલ તેમની બંધારણીય જવાબદારીને બાયપાસ કરીને આ બિલો પોતાની પાસે રાખી રહ્યા છે. અરજીમાં એવી માગણી કરવામાં આવી છે કે અદાલતે રાજ્યપાલને આ બિલોને તાત્કાલિક અસરથી મંજૂર કરવાનો નિર્દેશ આપવો જોઈએ જેથી કરીને તેનો ઉપયોગ જાહેર હિતમાં થઈ શકે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp