અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસમાં ચૂંટણી પછી ઘણા દાવ પેચ ખેલાઈ રહ્યા હોય તેવો ઘાટ ઘડાયો છે. ચૂંટણી હાર્યા પછી પક્ષ વિરોધી કામ કરવા બદલ કોંગ્રેસ દ્વારા કેટલાક નેતાઓને દરવાજાથી બહાર જવાનો રસ્તો બતાવી દીધો છે. કડક હાથ કાર્યવાહી જે નેતાઓ સામે લેવાઈ તેમાં એક કોંગ્રેસના મહિલા સેવાદળના અધ્યક્ષ રહી ચુકેલા પ્રગતિ આહિરનું પણ નામ છે અને પ્રગતિ આહીરને છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવાયા છે. સસ્પેન્ડ થયા પછી પ્રગતિ આહીરે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષને પત્ર લખ્યો છે. જેમાં તેમણે પોતાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેમાં પોતાની વિરુદ્ધ કોઈ પુરાવા હોય તો તે રાજનીતિ છોડી દેવા તૈયાર હોવાની વાત પણ કરી છે. સાથે જ તેમણે એ પણ કહ્યું છે કે પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજ સુધી કોઈ નોટિસ આપવામાં આવી નથી. પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓ પણ આ વાતથી અજાણ હોવાનું કહ્યું છે.
ADVERTISEMENT
લગ્ન પહેલા અક્ષરે મેહાને આપી વૈભવી કાર, વડોદરામાં મેહા પટેલ સાથે લેશે ફેરા, થઈ મહેંદી
‘હું પક્ષ સાથે સદા વફાદાર રહી છું’
પ્રગતિ આહિરે કહ્યું કે, હું કોંગ્રેસમાં હતી, છું અને રહીશ. જો મારી સામે કોઈ પણ પુરાવા હોય તો હું રાજનીતિ છોડી દઈશ. જો હું સાચી છું તો કોંગ્રેસ પાર્ટી મારી સાથે ન્યાય કરે. હું પક્ષ સાથે સદા વફાદાર રહી છું. આજ સુધી પક્ષ દ્વારા સસ્પેન્ડનો કોઈ પણ પત્ર નથી મળ્યો. મેં તુરંત અમારા પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર સહિતના નેતાઓને પુછ્યું તો તે તમામ પણ આશ્ચર્યમાં હતા. તેમના દ્વારા કહેવાયું કે કોઈ ગેરસમજ થઈ હશે. ચૂંટણીમાં હાર થઈ કે જીત થઈ હું હંમેશા પાર્ટીની સાથે રહી છું. મારી તમને નમ્ર વિનંતી છે કે કોંગ્રેસ પાર્ટી મારી સાથે ન્યાય કરે અને મને વગર જાણકારી આપ્યે અપમાનીત કરી દેવાઈ છે. તેની તપાસ કરવામાં આવે. જો મારી સામે કોઈ પુરાવા મળી જાય તો હું જીવનભર રાજનીતિ છોડી દઈશ.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT