નવી દિલ્હીઃ વડાપ્રદાન નરેન્દ્ર મોદી પર અદાણી માટે ધંધાકિય મામલાઓમાં દ્વાર ખુલ્લા મુકી લાલ જાજમ પાથરવાના સતત આરોપ લાગી રહ્યા છે. દરમિયાનમાં હિન્ડનબર્ગ રિપોર્ટને લઈને અદાણીની નેટવર્થ પર મોટી અસર પડી છે અને દેશમાં અદાણીના નામ સાથે નરેન્દ્ર મોદીના નામની પણ ચર્ચાઓ ચાલી છે ત્યારે રાહુલ ગાંધીએ ગતરોજ અદાણીના માટે નરેન્દ્ર મોદીએ કેવી રીતે કામો કર્યા છે તેવા આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. આજે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્લામેન્ટમાં ચર્ચા દરમિયાન દેશની સફળતાઓની વાત કરી હતી. જોકે આ દરમિયાન અદાણી મામલામાં તેઓ કોઈ ફોડ પાડશે તેને લઈને સહુએ મીટ માંડી હતી જોકે તેમણે 2004થી લઈ 14માં કોંગ્રેસના શાસનમાં તેમની અયોગ્ય નીતિઓ પર વાત કરી હતી. પણ અદાણી મામલામાં તેમણે કોઈ સીધી વાત મુકી ન હતી. જોકે તેમણે આડકતરી રીતે શ્રીલંકાને ધમકાવી અદાણીને ધંધામાં કોન્ટ્રાક્ટ્સ અપાવવાની વાતનો જવાબ આપ્યો હતો.
ADVERTISEMENT
વેક્સિનેશનને લઈને વડાપ્રધાને શું કહ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, પૂર્ણ બહુમતની સરકારમાં સક્ષમતા હોય છે. દેશને સમયની માગ અનુસાર જે જોઈએ તે આપીએ છીએ. કોરોના કાળમાં મેડ ઈન ઈન્ડિયા વેક્સીન તૈયાર કરી. ભારતે દુનિયાનું સૌથી મોટું વેક્સિનેશન અભિયાન ચલાવ્યું. અમે જ્યાં જરૂર હતી ત્યાં દવા પહોંચાડી, જરૂર હતી ત્યાં વેક્સિન પહોંચાડી. વિશ્વના મંચ પર ભારતનું ગૌરવ થાય છે.
ભારત વિશ્વમાં કયા કયા મુદ્દે કયા સ્થાન પર?
ડિઝિટલ ઈન્ડિયાની ચારો તરફ વાહવાહી થઈ રહી હતી. જે ઝડપે ડિઝિટલ ઈન્ડિયાએ તાકાત બતાવી આધુનિકતા તરફ આગળ વધ્યું, આજે વિશ્વ તેનું અધ્યયન કરે છે. ગત 9 વર્ષમાં દેશમાં 90 હજાર સ્ટાર્ટઅપ્સ સાથે ભારત દુનિયામાં ત્રીજા નંબર પર પહોંચી ગયું છે. ભારતના દરેક ખુણામાં પહોંચ્યું છે, આટલા ઓછા સમયમાં અને કોરોના કાળમાં 108 યુનિકોર્મ બન્યા છે. અને 1 યુનિકોર્મનો મતલબ હોય છે, તેની વેલ્યુ છ સાત હજાર કરોડથી વધારે હોય છે. આવું આ દેશના નવજવાનોએ કરીને બતાવ્યું છે. ભારત મોબાઈલ મેન્યુફેક્ચરિંગમાં દુનિયામાં બીજા નંબર પર છે. ઘરેલુ વિમાન યાત્રી (ડોમેસ્ટીક) તેમાં આપણે વિશ્વામાં ત્રીજા સ્થાને છીએ. એનર્જી કન્ઝપ્શનમાં દુનિયામાં ગ્રાહકના રૂપમાં ત્રીજા નંબર પર પહોંચી ગયા છીએ. રિન્યુએબલ એનર્જીમાં આપણે દુનિયામાં ચોથા નંબર પર હતા. ક્યારેક સ્પોર્ટ્સમાં કોઈ આપણને પુછતું ન્હોતું, હવે ભારતીય ખેલાડીઓ પોતાની છાપ ઊભી કરી રહ્યા છે. પહેલી વખત હાયર એજ્યુકેશનમાં એનરોલમેન્ટ વાળાઓની સંખ્યા 4 કરોડથી વધારે છે. દેશમાં કોલેજીસની સંખ્યા ખુબ તેજીથી વધી રહી છે. સ્પોર્ટ્સમાં દરેક રમતમાં આપણા દિકરા-દીકરીઓએ ભારતનું નામ આપણું ઊંચુ કર્યું છે.
2004થી 14ની વાત કરી, 2023ની અદાણી સ્થિતિ પર ચુપ
તેમણે કહ્યું કે, દેશ દરેક ક્ષેત્ર, દરેક વિચારમાં આશાઓ જ આશાઓ છે. એક વિશ્વાસથી ભરેલો દેશ છે, સપના અને સંકલ્પ લઈને ચાલતો દેશ છે. છતા આ લોકોને નથી દેખાતું. તેનું કારણ એક તો જનતાનો હુકુમ, અને વારંવારનો હુકુમ. 2004થી 14માં ભારતની અર્થ વ્યવસ્થા ખસ્તા હાલત થઈ ગઈ, તેમને નિરાશા નહીં થાય તો શું થાય. તે વર્ષોમાં મોંઘવારી ડબલ ડિઝિટ થઈ. બેરોજગારી દુર કરવાના વાયદા કર્યા હતા, એક વાર જંગલમાં બે નવયુવાન શિકાર કરવા ગયા અને તે કારમાં પોતાની બંદૂક નીચે ઉતારી થોડા ચાલવા લાગ્યા તેમને લાગ્યું કે થોડું ચાલી લઈએ પણ ગયા હતા તો વાઘનો શિકાર કરવા. પણ થયું એવું કે ત્યાં જ વાઘ દેખાઈ ગયો. હવે કરેશું, તો તેમણે લાયસન્સ બતાવ્યું કે મારી પાસે બંદૂકનું લાયસન્સ છે… આમણે પણ બેરોજગારી દૂર કરવાના નામ પર કાયદો બતાવ્યો છે. 04થી 14 આઝાદીના ઈતિહાસમાં સૌથી ગોટાળાઓનો દસ્કો રહ્યો. તે જ દસ વર્ષ કશ્મીરથી કન્યાકુમારી ભારતના દરેક ખૂણે આતંકીઓના હુમલાઓનો સિલસિલો ચાલ્યો. દસ વર્ષમાં હિંસા જ હિંસા.
મોદીએ વાગોળી જુની વાતો
તેમણે કહ્યું કે, આજે જ્યારે દેસવાસીઓનું સામર્થ્ય ખીલી રહ્યું છે ત્યારે 04થી 14 સુધી આ અવસર તેમણે ગુમાવી દીધા, આજે તેમણે દરેક તકોને મુશ્કેલીઓમાં ફેરવી દીધી. જ્યારે ટેક્નોલોજી અને ઈન્ફોર્મેશનનો યુગ તેજીથી આગળ વધતો હતો ત્યારે આ લોકો ટુ જીમાં ફસાઈ રહ્યા. સિવિલ ન્યૂક્લીયર ડીલ હતી ત્યારે આ લોકો કેશ ફોર વોટમાં ફસાયેલા રહ્યા. આ ખેલ ચાલ્યા. 2010માં કોમનવેલ્થ ગેમ્સ થઈ, ભારતને દુનિયા સામે રજૂ કરવાનો સમય હતો ત્યારે સીડબ્લ્યૂજી કૌભાંડ થયું. હું લાંબા સમયથી રાહ જોઈ રહ્યો છું કે, કોઈ તો કામ કરીને આવશે, આલોચના કરશે? પણ કોઈ મહેનત કરીને ન આવ્યું. 9 વર્ષ ફક્ત આલોચનાઓમાં કાઢ્યા. જો ભ્રષ્ટાચારની તપાસ થઈ રહી છે તો તપાસ એજન્સીઓને ગાળો બોલો, સેના પરાક્રમ કરે તો સેનાની આલોચના કરો-ગાળો દો, ક્યારેક આર્થિક રીતે દેશની પ્રગતિની ચર્ચા હોય તો અહીંથી નીકળો અને આરબીઆઈને ગાળો દો- ભારતના આર્થિક સંસ્થાનોને ગાળો દો, આ દરમિયાન વિપક્ષોએ ભારે ઉહાપોહ મચાવ્યો હતો.
અદાણી મામલે આડકતરી વાત
પછી ફરી વડાપ્રધાને કહ્યું કે, સદનમાં ભ્રષ્ટાચારની તપાસ કરતી એજન્સીઓ મામલે ઘણું કહેવાયું, ઘણા વિપક્ષો આ મામલામાં સૂરમાં સૂર મિલાવતા હતા. મેં જોયું. મિલે સુર તેરા મેરા… દેશની જનતા, દેશના ચૂંટણીના પરિણામ આવા લોકોને જરૂર એક મંચ પર લાવશે પણ તેવું થયું નહીં. તેમણે તો ઈડીને ધન્યવાદ કહેવું જોઈએ કે ઈડીએ આ લોકોને એક મંચ પર લાવી દીધા છે. તેથી જે કામ દેશના મતદારો ન કરી શક્યા તે કર્યું. આ લોકો ધડ-માથા વગરની વાત કરતા રહે છે. તેઓ આત્મચિંતન કરીને પોતાની અંદરના વિરોધાભાષને પણ ઠીક કરે છે. 2014થી સતત આલોચના કરે છે, ભારત કમજોર થઈ રહ્યું છે, હવે કહી રહ્યા છે, ભારત એટલું મજબુત થયું છે કે બીજા દેશોને ધમકાવીને નિર્ણય કરાવે છે. પહેલા એ તો નક્કી કરો કે ભારત કમજોર થયું છે કે મજબુત થયું છે. દેશવાસીઓનો જે મોદી પર ભરોસો છે તે આમની સમજથી ઘણો બહાર છે. મફત રાશન મેળવનારા 80 કરોડ દેશવાસીઓ આમના પર ભરોસો કરશે?, જે ખેડૂતોના ખાતામાં સરકારના રૂપિયા યોજનાને અંતર્ગત આવતા હોય તે તમારી વાતમાં કેમ વિશ્વાસ કરશે? 3 કરોડથી વધારે લોકોને પાકા મકાન આપ્યા છે તે આ જુઠી વાતો પર શું ભરોસો કરશે? 9 કરોડને મફત ગેસ કનેક્શન મળ્યા છે તે શું વિશ્વાસ કરશે? શૌચાલય મળ્યા છે તે તમારા પર શું વિશ્વાસ કરશે? 8 કરોડ માતાઓ જેમને નળથી જળ મળ્યું છે તે તમારી ગાળોને કેમની સ્વિકારશે? આમ તેમણે અદાણી મામલામાં તેમના પર કરવામાં આવેલા આક્ષેપોને વાળી લીધા હતા.
ADVERTISEMENT