મહિસાગરઃ મહિસાગરમાં લુણાવાડાના મોટી પાલ્લી જંગલ વિસ્તારમાં વિચરતી નિલ ગાયનો શિકાર કરવા કેટલીક ટોળકીઓ સક્રિય થઈ હતી. લુણાવાડા ફોરેસ્ટ વિભાગને આ અંગે જાણ થતા તેમણે વોચ ગોઠવી હતી અને તે શિકારી ટોળકી સુધી પહોંચી તેમને ઝડપી પાડ્યા હતા. બાદમાં ફોરેસ્ટ વિભાગે આ ટોળકીની સામે કાયદેસરની કાર્યવાહી કરતા લુણાવાડા પોલીસને સોંપ્યા હતા.
ADVERTISEMENT
વડોદરાના રાજકારણમાં નવાજૂનીના એંધાણ, દિનુમામા ફરી ભાજપમાં જોડાય તેવી શક્યતા
ફોરેસ્ટ અધિકારીને મળી ગઈ માહિતી
મહિસાગર જિલ્લામાં નીલ ગાયના શીકાર કરતી શિકારી ટોળકીને મહિસાગર જિલ્લા લુણાવાડા વન વિભાગની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવી છે. લુણાવાડાના મોટીપાલ્લીના જંગલ વિસ્તારમાં નિલ ગાયનો શિકાર કરતી ટોળકીને બાતમીને આધારે ઝડપી પાડવામાં આવી છે. લુણાવાડા જંગલ ખાતાના રેન્જ ફોરેસ્ટ અધિકારીને મળેલી માહિતીને આધારે વન વિભાગ દ્વારા જંગલમાં વોચ રાખીને નીલ ગાયનો શિકાર કરવા આવેલા ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે.
અમદાવાદી મહિલાઓમાં જોવા મળ્યો અનોખો ક્રેઝ, લગ્ન વગર સિંગલ મધર બનવાનો આંકડો છે ચોકાવનારો
શિકારીઓ પાસેથી મળ્યા ઘાતક હથિયાર
લુણાવાડાના જંગલ વિસ્તારમાં ફરતી આ નીલ ગાયનો શિકાર કરવા આવેલા ત્રણ શિકારીઓને વન વિભાગે પકડી પાડ્યા હતા. તેમની પાસેથી એક બંદુક, ત્રણ નંગ છરા, કાર અને બાઈક સહિતનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે. જે પછી આ શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની જોવાઈ અતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લુણાવાડા ફોરેસ્ટ વિભાગે આ શખ્સોને લુણાવાડા પોલીસને સોંપ્યા હતા.
(ઈનપુટઃ વીરેન જોશી, મહિસાગર)
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT