નવસારીઃ નવસારીમાં ખેર ગામે એક કરુણ ઘટના ઘટી છે. અહીં પતિના મૃત્યુની માહિતી મળતા જ પત્નીએ પણ પ્રાણ છોડી દીધા છે. નવસારીના ખેરગામ તોરણવેરા ખાતે ગુરુવારે રાત્રે એક વ્યક્તિનું ગામમાં જ બાઈક સ્લિપ થઈ જતા અકસ્માતમાં મોત થયું હતું. જે જાણકારી પત્નીને મળતા પત્ની પણ બેસુદ થઈ ઢળી પડી હતી. જોકે હવે બંનેના મૃત્યુ પછી હવે બે માસૂમ બાળકો નિરાધાર બની ગયા છે.
ADVERTISEMENT
જામનગરના હાર્દ સમા બર્ધન ચોકમાં વહેલી સવારે ભીષણ આગઃ Video
આઘાત સહન ન કરી શકી પત્ની
નવસારીના ખેરગામ તોરણવેરા ગામના 38 વર્ષીય અરુણભાઈ ગાવિત અહીં પોતાની પત્ની ભાવના અને બે બાળકો સાથે રહે છે. ઉલ્લેખનીય છે કે ભાવના ગાવિત ખેરગામના અગાઉ સરપંચ પણ રહી ચુક્યા છે. તેઓ અહીં સેવાના પણ ઘણા કામો કરતા રહેતા હોય છે. ગત ગુરુવારે અરુણભાઈ પોતાના જ ગામમાં બાઈક લઈને જતા હતા. દરમિયાનમાં તેઓ બાઈક લઈને સ્લીપ ખાઈ જતા તેમનો અકસ્માત થયો હતો. અકસ્માતમાં ગંભીર ઈજાને પગલે તેમનું મૃત્યુ થયું હતું. અરુણ ગાવિતનું અકસ્માતમાં અચાનક મૃત્યુ થતા આ આઘાત જનક સમાચાર તેમના પત્ની ભાવના ગાવિત સહન કરી શક્યા ન હતા.
નડિયાદઃ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઈટ પર જતા 18 વ્હીલના ટ્રેલરમાં લાગી અચાનક આગ
પત્નીને આવ્યો હાર્ટ એટેક
પતિ અરુણનું મોત ન સહન કરી શકેલા ભાવનાબેન પતિના મૃત્યુની જાણકારી મળતા જ બેસુદ થઈને ઢળી પડ્યા હતા. તેમને આ કારણે પરિજનો તુરંત સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિાયન તેમને હૃદય રોગનો હુમલો થયો હોવાનું જાણવા મળ્યું હતું. જોકે તેમને સારવાર કારગર નીવડી ન હતી અને તેઓ મૃત્યુ પામ્યા હોવાનું તબીબે જાહેર કર્યું હતું.
ગૂગલ-માઈક્રોસોફ્ટ પછી આ કંપનીમાં મોટી છટણીઃ 8500 કર્મચારીઓની લિસ્ટ તૈયાર!
અડધા કલાકમાં બાળકોએ માતા-પિતા બંને ગુમાવ્યા
પતિના મોતના અડધા જ કલાકમાં પત્નીના પણ મોતના સમાચાર મળ્યા હતા. જેના કારણે તેમના બે માસૂમ બાળકોએ પિતા બાદ અડધા જ કલાકમાં માતાને પણ ગુમાવી દીધી હતી. બંને માસૂમ બાળકોએ ગણતરીના કલાકોમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવી નિરાધાર બની ગયા હતા. જેના કારણે તોરણવેરામાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
(ઈનપુટઃ રોનક જાની, નવસારી)
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT