નર્મદાઃ નર્મદા પોલીસને હાલમાં જ એક મોટી સફળતા મળી છે. નર્મદા પોલીસે ચોરીના કેસમાં ઝડપેલો શખ્સ ગોધરા કાંડનો આરોપી સલીમ જર્દા હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેને ઝડપી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2002માં ગોધરા ખાતે ટ્રેનના ડબ્બા સળગાવી દેવાયાના મામલા પછી ગુજરાતમાં ભારે રમખાણો ફાટી નીકળ્યા હતા. જેમાં પણ આરોપી રહેલો સલીમ જર્દા પોલીસના હાથે લાગ્યો છે. આ શખ્સે અગાઉ અમદાવાદ સેન્ટ્રલ જેલમાં બંધ હતો ત્યારે પેરોલ મેળવ્યા હતા અને પેરોલ જમ્પ કરી ભાગી ગયો હતો.
ADVERTISEMENT
ગેંગ બનાવી કરતો હતો ચોરી
ગુજરાતથી લઈને રાજસ્થાનના પોલીસ સ્ટેશન્સમાં 20થી વધારે કેસ સલીમ જર્દા સામે નોંધાયેલા છે. ગુજરાતમાં ગોધરામાં વર્ષ 2002માં સાબરમતી એક્સપ્રેસના બે ડબ્બા સળગાવી દેવાની ઘટના પછી રાજ્યવ્યાપી રમખાણો થયા હતા. જેમાં મોટું જાનમાલનને નુકસાન થવા પામ્યું હતું. આ ઘટનાનો એક આરોપી સલીમ જર્દા અગાઉ અમદાવાદની સેન્ટ્રલ જેલમાં બંધ હતો. જોકે તે પેરોલ મેળવીને પેરોલ જંપ કરી ભાગી છૂટ્યો હતો. પોલીસ સતત તેની શોધમાં હતી. સલીમ જર્દા આ દરમિયાનમાં ટ્રકોાં જઈ રહેલા કેમિકલ્સ અને અન્ય સામાનની ચોરી તેણે કરવાનું શરૂ કરી દીધું હતું. તે માટે તેણે એક ગેંગ પણ બનાવી લીધી હતી. પોલીસ ચોરીના બનાવવી તપાસ કરી રહી હત. દરમિયાનની કાર્યવાહીમાં પોલીસના હાથે સલીમ જર્દા ચઢી ગયો હતો. પોલીસે તેને ઝડપી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
(ઈનપુટઃ નરેન્દ્ર પેપરવાલા, નર્મદા)
ADVERTISEMENT