મેયરની ચૂંટણી માટેની અરજી પર સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે સુનાવણીની મેંશનિંગ

સંજય શર્મા.નવી દિલ્હીઃ દિલ્હીમાં મેયરની વહેલી ચૂંટણી સુનિશ્ચિત કરવા માટેની અરજી પર સુપ્રીમ કોર્ટ શુક્રવારે સુનાવણી કરી શકે છે. અરજદારના જણાવ્યા અનુસાર, તેઓ શુક્રવારે ચીફ…

gujarattak
follow google news

સંજય શર્મા.નવી દિલ્હીઃ દિલ્હીમાં મેયરની વહેલી ચૂંટણી સુનિશ્ચિત કરવા માટેની અરજી પર સુપ્રીમ કોર્ટ શુક્રવારે સુનાવણી કરી શકે છે. અરજદારના જણાવ્યા અનુસાર, તેઓ શુક્રવારે ચીફ જસ્ટિસની કોર્ટમાં તાકીદની સુનાવણી માટે આ બાબતની મેન્શનિંગ કરશે.

વડોદરામાં ક્રિકેટર Axar Patelની રંગેચંગે નીકળી જાન, જુઓ Video

વિપક્ષ પર AAPના આરોપો
આમ આદમી પાર્ટીના મેયર પદના ઉમેદવાર શૈલી ઓબેરોયે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજી દ્વારા ઓબેરોય અને આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે ગૃહમાં વિપક્ષ જાણી જોઈને મેયરની ચૂંટણીમાં અડચણો ઊભી કરી રહ્યો છે. બે વખત ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો પરંતુ વિપક્ષી કાઉન્સિલર્સેએ એવો હોબાળો મચાવ્યો હતો કે ચૂંટણી જ થઈ શકી નથી.

અમદાવાદમાં જૂથ અથડામણ બાદ પોલીસ પર પથ્થરમારો કરનાર 28 ની ધરપકડ

સુપ્રીમને વહેલી ચૂંટણી કરાવવા વિનંતી
અરજીમાં, AAP નેતાએ સુપ્રીમ કોર્ટને આ મામલે હસ્તક્ષેપ કરવા અને વહેલી ચૂંટણી માટે આદેશ પસાર કરવા વિનંતી કરી છે. 7 ડિસેમ્બર, 2022 ના રોજ પરિણામ આવ્યા પછી 6 જાન્યુઆરી, 2023 ના રોજ મીટિંગ નક્કી કરવામાં આવી હતી. ભારે હોબાળો થતાં મેયરની ચૂંટણી થઈ શકી ન હતી. આ દિવસે ગૃહમાં બંને પક્ષના કાઉન્સિલરો વચ્ચે હોબાળો થયો હતો. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈતિહાસમાં આ પ્રકારની પ્રથમ તક નોંધાઈ રહી છે.

    follow whatsapp