વીરેન જોશી.મહિસાગરઃ લુણાવાડામાં આશારામની આરતી ઉતરનાર શિક્ષકોની ક્ચ્છ બદલી કરી દેવામાં આવતા તમામ આરતી ઉતરનાર આચાર્ય અને શિક્ષકોને શાળા સમય બાદ છુટા કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે વેલેન્ટાઈન્સ ડે 14 ફેબ્રુઆરીએ લુણાવાડાની એક શાળામાં માતૃ-પિતૃ દિવસની ઉજવણીના ભાગ રૂપે અહીં બળાત્કારના દોષિત આસારામની આરતી ઉતારવામાં આવી હતી. જે પછી આ મામલે ગુજરાત તક સામે વીડિયો આવતા તેને રિપોર્ટ કરવામાં આવી હતી. ગુજરાતમાં ઠેરઠેર પછી આ મામલાને લઈને ભારે નારાજગીનો માહોલ જોવા મળ્યો હતો. આખરે આ કાર્યક્રમને લઈને શાળાના પાંચ શિક્ષકો સામે શિક્ષાત્મક પગલા લેતા તેમને કચ્છમાં બદલી કરી દેવાઈ હતી.
ADVERTISEMENT
તલવારો અને બંદૂકો લઈને ટોળાએ પોલીસ સ્ટેશનને ઘેરી લીધુંઃ આ નેતાના સમર્થકો દ્વારા બબાલ
શિક્ષકોએ બાળકોની હાજરીમાં ઉતારી હતી આરતી
મહિસાગર જિલ્લામાં 14 ફેબ્રુઆરી થી 17 ફેબ્રુઆરી સુધી તમામ પ્રાથમિક શાળામાં મહિસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા માતૃ પિતૃ પૂજનનું આયોજન કરવા જાણવામાં આવ્યું હતું. જે અંતર્ગત લુણાવાડા તાલુકાની જામા પગીના મુવાડા પ્રાથમિક શાળામાં 17 ફેબ્રુઆરીના રોજ માતૃ પિતૃ પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્કૂલના આચાર્ય સહિત શિક્ષકોએ બાળકોની ઉપસ્થિતમાં બળાત્કારી આશારામની આરતી ઉતારી હતી. જેનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા મહિસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા લુણાવાડા તાલુકા શિક્ષણાધિકારીને તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.
અર્જુન મોઢવાડિયાના સરકાર પર પ્રહાર કહ્યું, સરકાર ફુટેલી છે એના કારણે પેપરો ફુટે છે, આજે મૂકવામાં આવેલ બિલ પણ ભૂલભરેલું
આ શિક્ષકોને કરી દેવાયા છૂટા
તપાસ અધિકારી દ્વારા તપાસ કરી અહેવાલ મહિસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને સોંપવામાં આવ્યો હતો ત્યારબાદ સમગ્ર અહેવાલ ગુજરાત સરકાર શિક્ષણ વિભાગને મોકલવામાં આવ્યો હતો અને ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા મળેલા તપાસ અહેવાલ પર કર્યાવહી કરતા હુકમ કરવામાં આવ્યો હતો. હુમક કરવામાં આવ્યો કે, જામાપગીના મુવાડા પ્રાથમિક શાળાના શિક્ષક પ્રદિપકુમાર હરીદાશ પટેલ, મધુબેન બળવંતસિંહ પગી, ગીતાબેન ચંદુલાલ પટેલ, અંકિત કુમાર મહેશ કુમાર પંડ્યા અને બિપીનકુમાર મુળજીભાઈ પટેલને કચ્છ જિલ્લામાં બદલી કરવાનો હુકમ કરવામાં આવે છે તેમજ હુકમમાં સ્પષ્ટ દર્શાવાયું છે કે તેમને તાત્કાલીક અસરથી મહિસાગરથી કચ્છમાં બદલીનો આદેશ કરવામાં આવે છે. જેથી હુકમના આધારે મહિસાગર જિલ્લા ઇન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા આ તમામ શિક્ષકોને સૂકુલ સમય બાદ છુટા કરી દેવામાં આવ્યા છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT