પોરબંદરઃ આધુનિક યુગમાં બે ટંક રોટલા અને છત માટે નહીં પણ જાહોજલાલી માટે સતત દોડતા રહેતા માણસમાં માણસાઈ શોધવી ઘણી જ અઘરી છે. જોકે અહીં એક ફૂટપાથ પર જીવન ગુજારો કરતા વ્યક્તિ અને પ્રાણી વચ્ચેના પ્રેમની કહાની અંગેની વાત છે. ‘મારા માં-બાપ છોડી ગયા તો પણ રડ્યો નથી, મારી આંખો ભરાઈ નથી, પણ આની જોડે લાગણી….’ આવા ઘણા શબ્દો સાથે સતત નીકળતા તે વ્યક્તિના આંસુ તેના પ્રેમની, માનવતાની અને માણસાઈની કહાની કહી જતા હતા. પોરબંદરમાં નિસ્વાર્થ પ્રેમના કરુણ દૃશ્યો જોવા મળ્યા છે. જ્યારે આ વ્યક્તિના જીવનનો એક માત્ર સાથી કે જેને તે પોતાનું કહી શકે તેવું હતું તેનું મૃત્યુ થતા તેના વિરહથી વ્યક્તિ ચોધાર આંસુએ રડી પડે છે.
ADVERTISEMENT
લગ્નમાં નબીરાઓ જુગાર રમી કરી રહ્યા હતા મજા, પોલીસે પાડ્યો રંગમાં ભંગ
…તો કદાચ આ પ્રેમની કહાની અહીં પુરી ન થઈ હોત
પોરબંદરમાં એક ફૂટપાથ પર જીવન ગુજારો કરતો વ્યક્તિ કે જે રોજ એક ગલુડિયાની સેવા કર્યા કરતો હતો. પોતે ઠંડી સહન કરીને પણ તેની સેવા અવિરત રાખતો હતો. તે ગલુડિયું બિમારીના કારણે અંતિમ શ્વાસ લઈ રહ્યું હતું ત્યારે ક્યાંય પશુના ડોક્ટર નહીં મળતા યુવાન અલગ અલગ સ્થળે તેની સારવાર માટે રઝળપાટ કરતો રહ્યો પણ આખરે તે તેના માટે કશું જ ન કરી શક્યો અને તેના જીવથી વ્હાલું આ ગલુડિયું તેને ગુમાવવાનો વારો આવ્યો છે. ગલુડિયાના અવસાન પછી આ યુવક ઘણો ભાવુંક થઈ ગયો હતો. યુવક પાછો દિવ્યાંગ છે, પોતાને માંડ ટેકો રી શકે છે ત્યાં તે સતત આ ગલુડિયાની સારવાર માટે ભટકતો રહ્યો. સારવાર સમયસર નહીં મળી રહેતા તેનું મૃત્યુ થયું હતું. તેને આસપાસના લોકોએ સાત્વના પણ આપી અને કહ્યું કે, આ કુદરતની મરજી છે, બસ હવે પ્રાથના કરીએ કે તેને આવતો જન્મ સારા શરીરે મળે. તે સામે જવાબ આપતો કે, મારા માં બાપ મને છોડી ગયા ત્યારે પણ હું રડ્યો ન્હોતો. મારી આંખોમાં ક્યારેય આંસુ આવ્યા જ નથી. કલ્પના કરો કે રસ્તા પરની જીંદગીમાં કેવા ઉતાર ચઢાવ જોવા છતા વ્યક્તિ રડ્યો ન્હોતો તે આ વિરહથી આંસુને રોકી નથી શકતો. માણસ અને પ્રાણી વચ્ચેની નાનકડી કહાની જે હવે અહીં જ પુરી થઈ ગઈ છે… કદાચ સારવાર મળી શકી હોત તો આ કહાનીના આગળના ભાગ પણ આપણને જાણવા મળી શકતા… આ કહાનીમાં બંને કિરદાર સુખી જીંદગી વિતાવી શકતા… આ સત્ય કહાનીના બંનેની એકલતા સદાય માટે એકમેકનો સાથ બનીને રહી શકતી…
(ઈનપુટઃ અજય શીલુ, પોરબંદર)
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT