કૌશીક કાંટેચા.કચ્છઃ કચ્છમાં છેલ્લા ત્રણ મહિના કરતા વધુ સમયથી રણોત્સવ ચાલી રહ્યો છે. તેના સમાપન પછી આજે સફેદ રણમાં થયેલા પ્લાસ્ટીક વેસ્ટને રણમાંથી દૂર કરવામાં આવ્યો હતો. સફેદ રણમાં જ્યાં ત્યાં પર્યટકો દ્વારા ગમે તેવો કચરો ફેંકવામાં આવતો હોય છે. જેના કારણે સ્થળ તો ગંદુ થાય જ છે પણ સાથે સાથે પ્લાસ્ટીક વેસ્ટને કારણે જમીનને પણ પ્રદુષિત કરી દે છે. જેના કારણે અહીં સફાઈ અભિયાન હાથ ધરીને તેને વધારે સુંદર બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
મોડાસાઃ 4 દીપડાના ભયથી ખેડૂત પોતે પાંજરે પુરાયોઃ વનવિભાગ ક્યાં?
કચરો રણની ખૂબસૂરતી પર કલંક
કચ્છના રણમાં યોજાતો રણોત્સવ વિશ્વ વિખ્યાત બન્યો છે. વર્ષે વર્ષે રણોત્સવમાં આવનારા પ્રયટકોની સંખ્યા વધતી જાય છે. કચ્છ સફેદ રણમાં રણોત્સવની શરુઆત 28 ઓક્ટોબર 2022 થી થઈ હતી. જે 20 ફેબ્રુઆરી 2023 સુધી ચાલ્યો. આ દરમિયાન રણમાં અનેક નેશનલ અને ઇન્ટરનેશનલ બેઠકો પણ યોજાઈ જેમાં પણ G20 ટુરિઝમની બેઠકમાં રણોત્સવ વિશેષ ચર્ચાનો વિષય બન્યો હતો. સાથે દેશના ઉપરાષ્ટ્રપતિએ પણ હાલમાં જ ધોરડો ખાતે રણોત્સવની મજા માણી હતી. રણોત્સવમાં સફેદ રણને નિહાળવા માટે દેશ દુનિયામાંથી અનેક પ્રવાસી આવતા હોય છે, ત્યારે અમુક પ્રવાસીઓ રણમાં પ્લાસ્ટિક જેવો કચરો પણ કરતા હોય છે. જેના કારણે રણની ખૂબસૂરતીને કલંક લાગે છે. સાથે પ્લાસ્ટિકથી પર્યાવરણને પણ નુકસાન થાય છે. ત્યારે આજે અંતિમ દિવસે રણોત્સવ ટેન્ટ સીટી દ્વારા અને અશ્વી ફેસિલિટી મેનેજમેન્ટ સર્વિસના દ્વારા રણમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને રણમાં પ્લાસ્ટિક કચરાને એકત્રીત કરીને તેને રિસાઇકલ કરીને ફરી ઉપયોગમાં લઈ પર્યાવરણ બચાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. સાથે જ પર્યટકોને પણ રણમાં પ્લાસ્ટિક પ્રદૂષણ ન કરવા અપીલ કરવામાં આવી હતી.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT