અરે….રે… ગુજરાતમાં ફરી માવઠાની આગાહીઃ ખેડૂતોની પરેશાનીઓનો પાર નથી

ગાંધીનગરઃ હાલમાં જ શિયાળામાં દર થોડા દિવસોમાં માવઠાને કારણે ઘણા ખેડૂતો પરેશાન થયા હતા. હવે જ્યારે હમણાં જ શિયાળાની વિદાય થઈ છે અને ઉનાળાનો વિધિવત…

gujarattak
follow google news

ગાંધીનગરઃ હાલમાં જ શિયાળામાં દર થોડા દિવસોમાં માવઠાને કારણે ઘણા ખેડૂતો પરેશાન થયા હતા. હવે જ્યારે હમણાં જ શિયાળાની વિદાય થઈ છે અને ઉનાળાનો વિધિવત પ્રારંભ થયો છે ત્યારે વધુ એક વખત હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના ખેડૂતોની ચિંતા વધારી દેનારા આ સમાચાર છે. આગાહી પ્રમાણે આગામી 4 અને 5 માર્ચે કચ્છમાં માવઠું પડે તેવી શક્યતાઓ છે. આ ઉપરાંત વાતાવરણની અસર કચ્છ, ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી સહિતના વિસ્તારોમાં 3 માર્ચથી જ વાદળ છાયું રહી શકે છે.

ઉલટા ચોર કોટવાલ કો ડાંટે, યુવરાજસિંહ પર માહિતી લીક કરવાનો આરોપ? જાણો શું છે મામલો

વરસાદ અને ગરમીને લઈને હવામાન વિભાગ શું કહે છે?
હવામાન વિભાગે હાલમાં કરેલી આગાહી પ્રમાણે આગામી 4 અને 5મી માર્ચે કચ્છમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત જુનાગઢમાં ગાજવિજ સાથે પણ વરસાદ પડી શકે છે. દક્ષિણમાં દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે આ બલદાયેલા વાતાવરણ પાછળનું કારણ આપતા કહ્યું છે કે રાજસ્થાન પર સર્ક્યૂલેશનની અસરને કારણે આ વિસ્તારોમાં વરસાદ થવાનું અનુમાન છે. આ ઉપરાંત હવામાન વિભાગે આ ઉનાળો અત્યંત ગરમ રહેશે તેવી પણ વકી દર્શાવી છે. કેટલાક વિસ્તારોમાં તો રેકોર્ડ્સ તૂટે તેવી ગરમી પણ પડે તેવું માનવામાં આવી રહ્યું છે. લગભગ માર્ચના શરૂઆતના દિવસોમાં જ 40 ડિગ્રી તાપમાન પહોંચી જાય તેવી સંભાવનાઓ છે.

    follow whatsapp