હિતેશ સુતરિયા.અરવલ્લીઃ અરવલ્લી જિલ્લામાં પણ આજે વેલેન્ટાઈન ડેની ઉજવણી થઈ રહી છે, ત્યારે એક એવા દંપત્તિની વાત કરીશું કે, છેલ્લા બાર વર્ષથી પત્નિની સેવા કરવામાં જીવન વિતાવી રહ્યા છે. મોડાસાની એક સહકારી બેંકમાં નોકરી કરતા જસવંતભાઈ ભાટિયા વર્ષ 2010 માં નિવૃત્ત થયા હતા.
ADVERTISEMENT
નિવૃત્તિ પછી સેવા થકી પ્રેમની અભિવ્યક્તિ
રિટાયર્ડ થયા પછી તેમના પત્નીને બે વર્ષથી વા ની બીમારીથી પીળાઈ રહ્યા હતા. તે સમય જયાબેન તેમનું કામ જાતે જ કરી લેતા હતા. જોકે સ્થિતિ વધુ ખરાબ થતાં છેલ્લા 12 વર્ષથી તેઓ હરીફરી શકતા ન હોવાથી ત્યારથી જ તેમના પતિ જસવંતભાઈએ તમામ કામ જાતે જ શરૂ કરી દીધું. રસોઈથી લઈ જમાવડવા સહિત કપડા ધોવાની તમામ કામગીરી જસવંતભાઈ જાતે જ કરી રહ્યા છે. પત્નિનું તમામ કામ તેઓ હોંશે હોંશે કરી સેવા કરવાની સાથે દામ્પત્ય જીવન સુખમય વિતાવી રહ્યા છે.
ADVERTISEMENT