વડતાલ મંદિરમાં શ્રીજી બન્યા રસોઈયા, દિવ્ય શાકોત્સવમાં કઈ સામગ્રીઓ વપરાઈ? જાણો

હેતાલી શાહ.નડિયાદઃ સ્વામિનારાયણ સંપ્રદાયના મૂખ્ય તીર્થધામ વડતાલ ખાતે મહાસુદ પૂનમના રોજ ભવ્યાતિભવ્ય દિવ્ય શાકોત્સવ વડતાલ પિઠાધીપતિ ૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદ મહારાજ તથા સંતો મહંતોના સાનિધ્યમાં દબદબા…

gujarattak
follow google news

હેતાલી શાહ.નડિયાદઃ સ્વામિનારાયણ સંપ્રદાયના મૂખ્ય તીર્થધામ વડતાલ ખાતે મહાસુદ પૂનમના રોજ ભવ્યાતિભવ્ય દિવ્ય શાકોત્સવ વડતાલ પિઠાધીપતિ ૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદ મહારાજ તથા સંતો મહંતોના સાનિધ્યમાં દબદબા ભેર રીતે ઉજવાયો હતો. આ પ્રસંગે વડતાલ મંદિરના પૂજારી બ્રહ્મચારી હરિસ્વરૂપાનંદએ મંદિરના દેવોને રસોયાના વાઘા ધરાવ્યા હતા. જેનો હજારો હરિભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે મંદિરના સભામંડપમાં જ્ઞાનજીવન સ્વામી (કુંડળધામ)એ ૭૩ મી રવિસભા અંતર્ગત ધન્ય પુનમીયા નરનાર રે…. એ વિષય પર કથામૃતનું રસપાન કરાવ્યું હતું. જ્યારે ગોમતીતીરે રૂા.૩૦૦ કરોડના ખર્ચે આકાર પામનાર નૂતન અક્ષરભુવનના પ્રથમ સ્તંભ આરોહણ આચાર્ય મહારાજ તથા સંપ્રદાયના વરિષ્ઠ સંતો તથા હરિભક્તોની ઉપસ્થિતિમાં પૂજાવિધિ યોજાઈ હતી.

જંત્રીના દરને લઈ નીતિન પટેલે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર, જાણો શું કહ્યું

આ જાણીતા સંતો રહ્યા હાજર
વડતાલ મંદિરના કોઠારી ડૉ.સંત સ્વામીએ જણાવ્યું કે, વડતાલ મંદિરમાં સંપ્રદાયનો સુપ્રસિધ્ધ શાકોત્સવ મહાસુદ પૂનમના રોજ યોજાયો હતો. આ પ્રસંગે સવારે શણગાર આરતી બાદ મંદિરના સભામંડપમાં સંપ્રદાયના સુપ્રસિધ્ધ કથાકાર જ્ઞાનજીવન સ્વામી (કુંડળધામ) દ્વારા પ્રેમાનંદ સ્વામીના કિર્તન ધન્ય ધન્ય પુનમીયા નરનાર રે… આવે વડતાલે …. એ કિર્તન પર કથામૃતનું રસપાન કરાવ્યું હતું. આ પ્રસંગે વડતાલ મંદિરના ચેરમેન દેવ સ્વામી, સત્સંગ મહાસભાના પ્રમુખ શા.નૌતમપ્રકાશદાસ, બાપુ સ્વામી, બ્રહ્મસ્વરૂપ સ્વામી, સત્સંગભૂષણ સ્વામી (આણંદ), હરિઓમ સ્વામી, બાલકૃષ્ણ સ્વામી (સરધાર), રામદાસજી સ્વામી (યુ.એસ.એ.), પ્રભુચરણ સ્વામી (વેડરોડ સુરત), પ્રિયદર્શન સ્વામી (હરિનગર – વડોદરા) સહિત સંપ્રદાયના સંતો-મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રૂા.૩૦૦ કરોડના ખર્ચે અક્ષરભુવનનું નિર્માણ
દરમ્યાન આચાર્ય રાકેશપ્રસાદ મહારાજે પૂનમ ભરવા આવતા તથા શાકોત્સવમાં પધારેલા ભક્તોને આર્શીવચન પાઠવતા જણાવ્યું હતું કે, ભગવાન શ્રીહરિના સર્વોચ્ચ તીર્થધામ વડતાલ ખાતે રૂા.૩૦૦ કરોડના ખર્ચે તૈયાર થનાર નૂતન અક્ષરભુવનના પ્રથમ સ્તંભ સ્થાપન પ્રસંગે આપ સૌ ભક્તો ઉપસ્થિત રહ્યા છો તે આનંદ અને ગર્વની વાત છે. મહારાજે વડતાલને પોતાનું કેન્દ્ર બનાવ્યું છે. જ્યાં પ્રગટ સ્વરૂપ શ્રીહરિકૃષ્ણ મહારાજ બિરાજે છે. ત્યાં ઉજવાતો કોઈપણ ઉત્સવ સમૈયા જેવો છે. વડતાલ મંદિરને ર૦૦ વર્ષ પૂર્ણ થવાના થોડા મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે દ્વિશતાબ્દી મહોત્સવને નિમિત્ત બનાવી જે ઉત્સવો ઉજવાય છે. ભગવાન સ્વામિનારાયણે આલોક અને પરલોકના સુખ માટે દેવો પધરાવ્યા છે. પોતાનું શાશ્વત સ્વરૂપ હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યું છે અને કહ્યું, તે વડતાલ ધામમાં જે સેવા કરે છે તેને અવિનાશી સુખ મળે છે અને પ્રાપ્ત થશે તે વાત નિર્વિવાદ છે.

આણંદ ટ્રેક્ટર પલટી જતા 3ને કાળ ભરખી ગયો, 11નો આબાદ બચાવ

અક્ષરભુવનના પ્રથમ સ્તંભ આરોહણ
ત્યારબાદ ગોમતીતીરે નૂતન અક્ષરભુવનના પ્રથમ સ્તંભ આરોહણ આચાર્ય રાકેશપ્રસાદ મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલ ત્રિદિનાત્મક હરિયાગની પૂર્ણાહુતિ યોજાઈ હતી. આ પ્રસંગે ચેરમેન દેવપ્રકાશ સ્વામી, નૌતમ સ્વામી, સહિત સંપ્રદાયના વરિષ્ઠ સંતો-ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્યામવલ્લભ સ્વામીએ કર્યું હતું. ભક્તોએ મંદિરમાં દર્શન કરી લોયાના શાકોત્સવની અનુભુતી કરી.

મહત્વનું છે કે, વડતાલ મંદિરમાં યોજાયેલા દિવ્ય શાકોત્સવ પ્રસંગે મંદિરમાં બિરાજેલા હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ સહિત આદિ દેવો સમક્ષ ચૂલા ઉપર રીંગણનું શાક, રોટલા બનાવવાની સામગ્રી ઉત્સવના પ્રતીકરૂપે મુકવામાં આવી હતી. આ દિવ્ય દર્શનનો હરિભક્તોએ લાભ લઈ ર૦૦ વર્ષ પહેલા લોયામાં ઉજવાયેલા શાકોત્સવની અનુભુતી કરી હતી.

સુરેન્દ્રનગરઃ નજીવી બાબતે પિતા-પુત્ર અને પુત્રવધુને જાહેરમાં રહેંસી નાખ્યા

શાકોત્સવમાં વપરાયેલ સામગ્રી
રપ૦૦ કિલો ગુલાબી રીંગણ, ૧પ૦૦ કિલો બાજરીના લોટના રોટલા, ૧૦૦૦ કિલો ચુરમાના લાડુ, ૧પ૦ કિલો ડ્રાયફુટ, ર૦૦૦ કિલો વઘારેલી ડ્રાયફુટ ખીચડી, ૩પ૦૦ લીટર છાશ, ર૦૦ કિલો આથેલા મરચાં, ૪૦૦ કિલો ગોળ, ૩પ૦ કિલો ઘી, ૧૦૦ ડબ્બા તેલ વિવિધ પ્રકારના મસાલા – ૧ હજાર કિલો વિવિધ પ્રકારના શાકભાજી ર હજાર કિલો ૧૦૦ ઉપરાંત ગામડાઓના ૧૦૦૦ હરિભક્તો તથા સુરત-ચરોતરની આસપાસના પ૦૦ ઉપરાંત મહિલાઓ દ્વારા રોટલીની સેવા કરવામાં આવી હતી.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp