શાર્દૂલ ગજ્જર.ગોધરાઃ ઝાલોદ એસબીઆઈના પૂર્વ મેનેજર દ્વારા ખેડૂતોના ડૉક્યુમેન્ટનો દૂર ઉપયોગ કરી ખેડૂતોના નામે બારોબાર લોન મંજૂર કરી કૌભાંડ આચરવામાં આવ્યું છે. કૌભાંડ આચરવામાં ખુદ બેન્કનો મેનેજર જ સંડોવાયેલો હોઈ ખેડૂતો અંધારામાં રહી ગયા હતા અને તેમના જ ડોક્યૂમેન્ટ્સ પર લોન ઉઠાવી લેવાઈ છે. ખેડૂતોને નાણાં ભરવાની નોટિસ મળતા સમગ્ર મામલો સામે આવ્યો છે. અત્યાર સુધી તો કૌભાંડીઓએ બેન્કના નાણાનો ભરપૂર ઉપયોગ પણ શરૂ કરી દીધો હશે તેવું માનવામાં આવી રહ્યું છે. જોકે આ તરફ બીજો મોટો પ્રશ્ન એ છે કે ખેડૂતોનું શું?
ADVERTISEMENT
નામની પાછળ પિતાની અટક લાગે તે અંગે મોદીજીને માહિતી નથી: રાહુલ ગાંધી
મેનેજર સાથે બીજો સ્ટાફ પણ સંડોવાયેલો?
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની ઝાલોદ બ્રાન્ચમાં કૃષિ લોનમાં મસમોટૂ કૌભાંડ આચરાયું હોવાનું સામે આવ્યું છે. ઝાલોદ તાલુકાના ધાવડીયા ગામના ખેડૂતોએ વર્ષ 2021માં કૃષિ લોન માટે અરજી તૈયાર કરી જરૂરી દસ્તાવેજો સાથે આખી ફાઈલ તૈયાર કરવામાં આવી હતી પરંતુ બેન્કમાંથી વાયદાઓ કરી કરીને ખેડૂતોને ધરમ ધક્કા ખવડાવ્યા હતા. જેને પગલે કંટાળીને ખેડૂતોએ બેન્કમાં પૂછવાનું જ બંધ કરી દીધું. જ્યારે જાન્યુઆરી 2023માં ધાવડીયા ગામના ખેડૂતોને બેન્કના વકીલ દ્વારા નોટિસ આપવામાં આવી હતી. ખેડૂતોને વારંવાર ધક્કા ખવડાવવાનું કોઈ પ્લાનીંગનો હિસ્સો હતું કે કેમ? સ્ટાફમાંથી અન્ય કોઈ પણ ઈન્વોલ્વ છે કે કેમ તે તમામ બાબતોએ પ્રશ્નો ઊભા કર્યા છે.
કોઇ રાજ્યપાલ તો કોઇ રાજ્યસભા અયોધ્યાનો ચુકાદો આપનારા જજો હાલ શું કરી રહ્યા છે?
ખેડૂતોને લોન ભરવાની નોટિસ મળી
દરમિયાનમાં ખેડૂતોને નોટિસ મળવા લાગી છે જેમાં તેઓની કૃષિ ધિરાણના નાણાં ભરપાઈ કરવામાં આવે ત્યારે ખેડૂતો ચોંકી ઉઠ્યા હતા અને સમગ્ર મામલે ઝાલોદ પોલીસ મથકે અરજી આપી કૌભાંડ આચરયું હોવાની રજૂઆત કરી હતી. ખેડૂતોએ પૂર્વ ફિલ્ડ ઓફિસર રાજેન્દ્ર ડાભી, લોન મેનેજર દિનેશ નિસરતા અને એજન્ટ ધૂળાભાઇ ભાભોર એમ ત્રણ વ્યકતીઓના નામ જોગ અરજી આપતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પાંચ ખેડૂત એવા છે જેમને એકપણ રૂપિયો ધિરાણ નથી મળ્યું તેમ છતા નાણાં ભરપાઈની નોટિસો આપવામાં આવી છે જ્યારે 50 ઉપરાંત ખેડૂતોએ ધિરાણ મેળવ્યું હતું. તેનાથી 10 થી 20 ગણા નાણાં ભરવા માટેની નોટિસ આપવામાં આવી છે. ઘટનાને પગલે સમગ્ર દાહોદ જિલ્લામાં હાડકાંપ મચી ગયો છે.
તુર્કીમાં ફરી ભૂકંપના જોરદાર ઝટકા, ઈન્ડિયન આર્મીની હોસ્પિટલમાં પડી તિરાડો
જ્યારે ડીફોલ્ટર તરીકે ખેડૂતોના નામ આવતા નોટિસની કાર્યવાહી હાથ ધરાઈ ત્યારે આ કૌભાંડ સામે આવ્યું છે એટ્લે એવું માની શકાય કે તે સમય ગાળા દરમિયાન અલગ અલગ રીતે બેન્કમાંથી કરોડોનું કૌભાંડ આચર્યું હોય તેવી શક્યતાઓને નકારી નથી શકાતી સમગ્ર કૌભાંડ મામલે કઈ રીતે લોન મંજૂર થઈ છે. નાણાં કઈ રીતે ઉપાડ્યા તે પણ તપાસનો વિષય છે એટ્લે સમગ્ર મામલે જો જીણવટભરી તપાસ હાથ ધરવામાં આવે તો હજુ પણ વધારે મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતાઓ લાગી રહી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT