નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા હમણાં જ ભારત જોડો યાત્રા પૂર્ણ કરવામાં આવી છે ત્યારે વધુ એક ભારત જોડો યાત્રા ભાગ 2ની જાહેરાત કરાઈ હોય તેમ વધુ એક યાત્રામાં તેઓ અરુણાચલ પ્રદેશથી ગુજરાત આવવાના છે. પ્રાપ્ત વિગતો અનુસાર રાહુલ ગાંધી આ યાત્રા પરશુરામ કુંડથી કરશે અને તેનું સમાપન ગાંધીજીના જન્મસ્થળ ગુજરાતના પોરબંદરમાં કરવામાં આવશે.
ADVERTISEMENT
BBC કાર્યવાહીઃ કેનેડામાં રામ મંદિર બહાર લખાયા મોદી વિરોધી સૂત્રો
એપ્રિલમાં યાત્રા શરૂ થશે
સંસદનું બજેટ સત્ર પૂર્ણ કર્યા પછી કોંગ્રેસ દ્વારા વધુ એક યાત્રા શરૂ કરવામાં આવનાર છે. જેમાં રાહુલ ગાંધી અરુણાચલ પ્રદેશના પરશુરામ કુંડથી ગુજરાતમાં પોરબંદર સુધી આવવાના છે. બજેટ સત્ર પુરુ થયા પછી એપ્રિલમાં આ યાત્રા શરૂ થવા જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે હમણાં 26મી ફેબ્રુઆરીએ છત્તીસગઢના નયા રાયપુરમાં કોંગ્રેસનું 85મું રાષ્ટ્રીય અધિવેશન મળવાનું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ભારત જોડો યાત્રા દરમિયાન ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓ હોવાને પગલે આ યાત્રા ગુજરાતમાંથી નીકળી શકી ન હતી. જે પછી બાકી રહેલા ગુજરાતમાં પણ રાહુલ ગાંધી જનસંપર્ક વધારવા આ યાત્રા કરી રહ્યા હોવાનું મનાય છે.
ખોડલધામના ચેરમેન નરેશ પટેલને પણ થયો હતો પ્રેમ તો પછી કેમ ન કરી શક્યા પ્રપોઝ ?
યાત્રા પછી રાહુલ ગાંધીની છબીમાં મોટો ફેર
રાહુલ ગાંધી અને મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો અને નેતાઓ દ્વારા હાલમાં જ ભારત જોડો યાત્રા કરવામાં આવી જે શ્રીનગરમાં પૂર્ણ થઈ હતી. આ યાત્રાને સારો એવો પ્રતિસાદ મળ્યો છે અને તેના પછી રાહુલ ગાંધીની છબીમાં પણ ઘણો મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. આ યાત્રા પછી કોંગ્રેસને આશા બંધાઈ છે. જે પછી હવે વધુ એક યાત્રા રાહુલ ગાંધીની આગેવાનીમાં થવા જઈ રહી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT