મટન શોપ્સ પર તવાઈઃ મોડાસા નગરપાલિકાએ ધડાધડ સીલ કરવાની કરી કાર્યવાહી

અરવલ્લીઃ રાજ્યભરમાં લાયસન્સ વગર ચાલતી ચિકન અને મટનની દુકાનો મામલે હાઈકાર્ટેમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. થોડા દિવસ પહેલા જેની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રાજ્ય…

gujarattak
follow google news

અરવલ્લીઃ રાજ્યભરમાં લાયસન્સ વગર ચાલતી ચિકન અને મટનની દુકાનો મામલે હાઈકાર્ટેમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. થોડા દિવસ પહેલા જેની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે અને આવી દુકાનો કેમ બંધ નથી કરાવાતી તેવો સવાલ પૂછ્યો હતો. જે પછી હવે આજે બુધવારે મોડાસા નગરપાલિકા દ્વારા ટપોટપ કાર્યવાહી કરવામાં આવી હતી. મોડાસામાં કોર્પોરેશન દ્વારા લાયસન્સ વગર ધમધમતી મટન શોપ્સ પર તવાઈ બોલાવી હતી. આ કાર્યવાહીમાં 20થી વધુ શોપ્સને સીલ કરવામાં આવી હતી.

આવતી કાલે છે સ્મૃતિ ઇરાનીની દિકરીના લગ્ન, કોણ છે જમાઇ અને રાજસ્થાનમાં ક્યાં છે લગ્ન

2600 જેટલી દુકાનો પાસે લાઈસન્સ જ નથી
રાજ્યભરમાં લાઈસન્સ વગર ગેરકાયદેસર ધમધમતી ચિકન-મટનની દુકાનો તથા કતલખાના અંગે કરવામાં આવેલી અરજી પર ચીફ જસ્ટિસ અરવિંદ કુમારની ખંડપીઠે સુનાવણી કરી હતી. દરમિયાન કોર્ટે સરકારને ટકોર કરી હતી કે, આ એક ગંભીર મુદ્દો છે. તમારા અધિકારીઓ પાસેથી આવી રીતે કામ લો છો? ન કરી શકો તો ચીફ સેક્રેટરીને હાજર કરો. આ સાથે જ કોર્ટે દરેક જિલ્લાની લીગલ સર્વિસ ઓથોરિટીને તેમના જિલ્લા અને તાલુકામાં ધમધમતા ગેરકાયદેસર કતલખાનાની વિગતો રજૂ કરવા માટે આદેશ કર્યો છે. એક ખાનગી સર્વે મુજબ, રાજ્યમાં 4200થી વધુ દુકાનો અને કતલખાના સરકારી ચોપડે તો નોંધાયા છે. જ્યારે 2600 જેટલી દુકાનો પાસે લાઈસન્સ જ નથી. અને 3600 દુકાનો સ્ટેમ્પ વગરનું મટન અને ચિકન વેચે છે.

કોર્ટ પરિસરમાં દીપડાનો આતંક, વકીલો અને જજ સહિત આખી કોર્ટમાં દોડાદોડ

આ વિસ્તારોમાં કાર્યવાહી
જોકે કોર્ટની ટકોર થતા જ મોડાસાનું તંત્ર હરકતમાં આવી ગયું હતું. મોડાસા નગરપાલિકા દ્વારા મટન શોપ પર તવાઈ બોલાવવામાં આવી હતી. લાઈસન્સ વગર ચાલતી મટન શોપ પર પાલિકા દ્વારા સીલ કરવા સુધીની કાર્યવાહીઓ હાથ ધરી છે. મોડાસાના કોલેજ રોજ પર તેમજ કસબા વિસ્તારમાં 20થી વધારે ગેરકાયદે ધમધમતી મટન શોપને સીલ કરી દેવામાં આવી છે.

(ઈનપુટઃ હિતેશ સુતરિયા, અરવલ્લી)

    follow whatsapp