મોરબીઃ મોરબીમાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા પતિએ પત્નીને છરીના ઘા ઝીંકીને રહેંશી નાખ્યાનો બનાવ સામે આવ્યો છે. ગુરુવારે બનેલી આ ઘટનામાં પત્નીનું મોત નિપજ્યું છે. મોરબીના પ્રેમજીનગરમાં આ ઘટના બની હતી. જ્યાં પતિ અને પત્ની વચ્ચે વેચેલા મકાનને લઈને ઝઘડો થયો હતો જેનો આમ કરુણ અંત આવ્યો હતો. મોરબી પોલીસે આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરતા આરોપીની ધરપકડની તજવીજ શરૂ કરી છે.
ADVERTISEMENT
ભારત રત્નની જેમ જુનાગઢમાં અપાય છે રત્ન એવોર્ડઃ જાણો કોણ બન્યું ‘જુનાગઢ રત્ન’
પુત્રએ કરી પોલીસ ફરિયાદ
મોરબીના પ્રેમજીનગર ગામમાં આજે ગુરુવારે એક અરેરાટી ફેલાવતી ઘટના બની ગઈ છે. આ ઘટનામાં રૂપિયાની લેતી દેતીના મામલામાં પતિ પત્ની વચ્ચે થયેલી ચર્ચા ઝઘડામાં પરિણમી હતી અને આખરે ઝઘડો હિંસક સ્વરૂપમાં આવી ગયો હતો. અહીં મૃતક મહિલાના પુત્ર જીતેન્દ્રએ મોરબી તાલુકા પોલીસને ફરિયાદ આપી હતી. જેમાં વેચેલા મકાનના આવેલા રૂપિયાને લઈને પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હોવાનું જણાવાયું હતું. જે ઝઘડો ઉગ્ર બનતા પત્નીને પતિએ છરીથી ઘા માર્યા હોવાનો આરોપ લગાવાયો છે. ઝઘડામાં પતિ રામજીભાઈ અને પત્ની ગંગાબેન વચ્ચે હિંસક મારામારી થઈ હતી. જેમાં ગંગાબેનનું મોત થતા મામલો હત્યામાં પરિણમ્યો છે. બનાવ સંદર્ભે પોલીસે ફરિયાદ નોંધીને આરોપીની ધરપકડ કરવાની તજવીજ શરૂ કરી છે.
ADVERTISEMENT