મહિસાગરઃ બાલાસિનોર નગરપાલિકાએ વીજળીનું બિલ નહીં ભરતા કંપનીએ સ્ટ્રીટ લાઈટ્સના કનેક્શન કાપી નાખ્યા છે. કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ કરીને વિરોધ નોંધાવાયો છે. બાલાસિનોર નગરપાલિકા વિસ્તારમાં હાલ છેલ્લા ત્રણ દિવસથી રાત્રે જાણે અંધારપટ છવાયો હોય તેવા દૃશ્યો જોવા મળે છે. નગરપાલિકા દ્વારા વીજબીલ નહીં ભરવામાં આવતા એમજીવીસીએલ દ્વારા સ્ટ્રીટ લાઈટ્સના કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે.
ADVERTISEMENT
એક સાથે બે ક્ષેત્રથી ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી!
કોંગ્રેસે કરી કેન્ડલ માર્ચ અને કહ્યું…
નગરપાલિકાના પાપે લોકોને ભોગવવી પડી રહેલી આ સમસ્યાને કારણે સ્થાનીક કોંગ્રેસી નેતાઓ રસ્તા પર ઉતર્યા હતા. વિરોધપક્ષના નેતા રિયાઝ શેખ સહિતના નેતાઓ દ્વારા કેન્ડલ માર્ચ કરીને વિરોધ નોંધાવ્યો હતો. દરમિયાન તેમણે ભ્રષ્ટાચાર બંધ કરો, સ્ટ્રીટ લાઈટ ચાલુ કરોના નારા લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, કુશાસનના પાપે ત્રણ દિવસથી સ્ટ્રીટલાઈટ્સ બંધ છે. સત્તાધીશો કહે છે કે લોકો વેરા ભરતા નથી, તો જન્મના દાખલાથી લઈને વિવિધ સેવાઓ માટે રૂપિયા આપવા પડે છે. સત્તાધીશોને ફક્ત મલાઈ ખાવામાં રસ છે.
ગુજરાતના આકાશમાં ઠેરઠેર દેખાઈ અજીબ લાઈટ્સ, જુઓ Video, એલિયનથી લઈ ખગોળીય ઘટનાની ચર્ચાઓ
શું બન્યું છે બાલાસિનોરમાં
બાલાસિનોર નગર પાલિકા પાસે MGVCL 2.87 કરોડ વીજ બિલ પેટે માગી રહી છે. જે સંદર્ભે MGVCL દ્વારા બાલાસિનોર નગરપાલિકાએ વીજ બિલ ન ભરતા આખરે સ્ટ્રીટ લાઈટનું કનેક્શન કાપી નાખ્યું હતું. શહેરમાં અંધારપટ છવાયું છે પ્રાથમિક માહિતી પ્રમાણે 2 કરોડને 87 લાખ રૂપિયા વીજ બિલ બાકી હોવાથી આ વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે. MGVCL દ્વારા નગરપાલિકાને 2 થી 3 વાર નોટિસ ફટકારવામાં આવી અને અંતે સ્ટ્રીટ લાઈટનું વીજ કનેક્શન કાપી નાખવા 48 કલાકનું અલ્ટીમેટમ પણ આપવામાં આવ્યું હતું. છતાં પાલિકા વીજ બિલ ન ભરતા આખરે સ્ટ્રીટ લાઈટનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે. રોડ રસ્તાઓ પર અંધારપટ છવાતાં લોકોને ભારે હલાકી પડી રહી છે. જોકે તંત્ર દ્વારા વેરા વસુલ કરવાની તજવીજ શરૂ કરી દેવાઈ હતી પરંતુ હજુ સુધી લાઈટ બિલ ભરવાનું બાકી જ છે. તેથી પ્રશ્ન એ છે કે જે નગરપાલિકાને લાઈટના બિલ ભરવામાં તકલીફો પડી રહી છે તે વિસ્તારનો વહીવટ કેટલો સચોટ કરી શકે. તંત્રના ઉચ્ચ નેતાઓથી લઈ અધિકારીઓ પર આ કારણે સતત આંગળીઓ ચિંધાઈ રહી છે.
(ઈનપુટઃ વિરેન જોશી, મહિસાગર)
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT