દહેગામમાં ગાયની અડફેટે મોત બાદ પશુ માલિક પર FIR, પોલીસનું અધિકારી પર કાર્યવાહીનું આશ્વાસન

ગાંધીનગરઃગાંધીનગરના દહેગામ ખાતે રખડતા ઢોરના હુમલાને પગલે એક મહિલાનું મોત નિપજ્યું હતું. જે મામલામાં સ્થાનીકો ઘણા આક્રમક મુડમાં આવી ગયા હતા. આ મામલામાં આખરે દહેગામ…

gujarattak
follow google news

ગાંધીનગરઃગાંધીનગરના દહેગામ ખાતે રખડતા ઢોરના હુમલાને પગલે એક મહિલાનું મોત નિપજ્યું હતું. જે મામલામાં સ્થાનીકો ઘણા આક્રમક મુડમાં આવી ગયા હતા. આ મામલામાં આખરે દહેગામ પાલિકાના અધિકારી સામે એક્શન લેવાના આશ્વાસન સાથે પશુના માલિક સામે કેસ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે જો અધિકારી પર કેસ થાય તો ઢોરના હુમલાથી મૃત્યુ પામવાના મામલામાં લગભગ આવું પહેલી વખત છે કે કોર્પોરેશનના કોઈ અધિકારી અને પશુના માલિક સામે પણ કેસ નોંધાયો હોય.

બનાવ શું બન્યો
દહેગામ ખાતેના મધુબેન સોનારા નામના એક મહિલા ગત રાત્રે રખડતા ઢોરની અડફેટે આવી જતા રિક્ષાની ટક્કરથી મૃત્યુ પામ્યા હતા. જેમના મૃતદેહને સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં સમાજના લોકો અને સંબંધીઓએ કેસમાં અધિકારી એવા કલેક્ટર, મામલતદાર અને ચીફ ઓફીસર સામે પણ ગુનો નોંધવા માટે માગ કરી હતી. આ મામલે તેમણે મૃતદેહ અંતિમવિધી માટે નહીં સ્વીકારવાની જીદ પણ પકડી હતી. તેમના ધરણા પ્રદર્શનને પગલે આખરે અહીં માહોલ તંત્રને ન ગમે તેવો બની ગયો હતો.

રેપિડો બાઇક ટેક્સી કંપનીને સુપ્રીમ કોર્ટનો ઝટકો: કેસ બોમ્બે હાઇકોર્ટમાં મોકલાયો

સમસ્યાથી લોકો ખુબ પરેશાન
પોલીસે આ મામલામાં રખડતા ઢોરના માલિકની અટકાયત કરી લીધી હતી. તેની સામે ગુનો નોંધવા અને સંબંધિત અધિકારીઓ સામે પણ ગુનો દાખલ કરવા મામલે જનતા દ્વારા બપોર સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે તંત્ર પર અગાઉ પણ ખુદ હાઈકોર્ટે આકરા થઈને રખડતા ઢોરોની સમસ્યા નિવારવા કહ્યું હતું. જોકે નવું નવું નવ દિવસ કામગીરી બતાવવા તંત્રની કામગીરી જોવા મળી પરંતુ તે સાથે જ રખડતા ઢોરો ફરી રસ્તા પર આવતા જોવા મળ્યા હતા. આગામી ચોમાસામાં આ સમસ્યા વધુ વકરે તેવી પણ ભીતિ છે ત્યારે દહેગામના લોકો તો આ સમસ્યાથી ખુબ પરેશાન હતા. તેમણે વારંવાર થઈ રહેલા લોકોના મૃત્યુને પગલે આક્રમક થઈ અવાજ ઉઠાવ્યો હતો. આખરે આ મામલામાં ગાંધીનગરની દહેગામ કોર્પોરેશનના અધિકારી સામે કાર્યવાહીના આશ્વાસન સાથે પશુ માલિક મેલા ભલાભાઈ રબારી (રહે રબારીવાસ, દહેગામ) સામે કેસ નોંધવામાં આવ્યો છે. હવે આગામી સમયમાં જોવું રહ્યું કે આ કેસમાં કાર્યવાહી કેવી થાય છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp