દાહોદઃ દાહોદના રેલવે સ્ટેશન પર એક મહિલાનો ચમત્કારિક બચાવ થયો છે. ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે મહિલા ત્યારે ફસાઈ ગઈ હતી જ્યારે તે ચાલુ ટ્રેનમાં ઉતરવાનો પ્રયાસ કરી રહી હતી. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ખસેડાઈ છે.
ADVERTISEMENT
બનાસકાંઠામાં ગુપ્તાંગ કાપી શિક્ષકનો આપઘાતનો પ્રયાસ, વ્યાજખોરોથી ત્રાસી ગયા
મહિલા માટે કોઈ ચમત્કાર
દાહોદના રેલવે સ્ટેશન પર એક મહિલાનો માંડ બચાવ થયો છે. આ ઘટના મહિલા માટે કોઈ ચમત્કારથી ઓછી નથી. કારણ કે મહિલા જ્યારે ટ્રેન ચાલુ હતી અને પ્લેટફોર્મ પરથી પસાર થઈ રહી હતી ત્યારે જ તે ઉતરવા જઈ રહી હતી. તે જ દરમિયાન તેનું સંતુલન ગુમાવી દેતા મહિલા ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે ફસાઈ ગઈ હતી. અહીં સુધી કે ટ્રેનની સાથે સાથે ઢસેડાઈ પણ રહી હતી. તે લગભગ ત્રીસેક મીટર સુધી તો ઘસડાઈ હશે. જે પછી તે ચમત્કારીક રીતે બહાર આવી ગઈ હતી. આ દરમિયાન ત્યાં પોલીસ કર્મચારીઓ પણ હાજર હતા. જેમણે મહિલાને સંભાળી લીધી હતી અને બાદમાં તેમને ઈજાઓ થઈ હોવાથી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા.
(શાર્દૂલ ગજ્જર, દાહોદ)
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT