ધનેશ પરમાર.બનાસકાંઠાઃ બનાસકાંઠાનાં કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે એક વિચિત્ર કહી શકાય તેવી ઘટના સામે આવી છે. અહીં એક શિક્ષકે આત્મહત્યા કરવા પોતાનું ગુપ્તાંગ કાપવાનો પ્રયાસ કર્યો છે. શિક્ષકે જીવ આપવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં શિક્ષકે વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી અને ત્રાસથી પીડિત બની આ પગલું ભર્યું હોવાનું જાહેર થયું છે. જેની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
ADVERTISEMENT
સુરતના ધારાસભ્યનો ટ્રાફીક DCPને પત્રઃ પ્રતિબંધિત સમયમાં વાહનોને પ્રવેશ પર કાર્યવાહી કેમ નહીં?
12 વ્યાજખોરો ઊંચું વ્યાજ માગતા
બનાસકાંઠાની સરકારી ઊણ પ્રાથમિક સ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષક દલસુંગજી ઠાકોર ઉર્ફે ડી.કે. ઠાકોર પોતાના વિવિધ ખર્ચ અને કામ અર્થે આ વિસ્તારમાં તગડા વ્યાજે ધિરાણ કરતા વ્યાજખોરો પાસેથી ઉછીના નાણાં લઈ દેવાદાર બન્યા હતા. આ પીડિત શિક્ષક પાસે આજુબાજુના વિવિધ ગામોના એક-બે નહીં પણ અંદાજીત 12 વ્યાજખોરો પૈસા માંગતા હતા. આ વ્યાજખોરો ઊંચા વ્યાજ સાથેની ઉઘરાણી કરી ધમકીઓ આપતા શિક્ષક ડરી ગયા હતા. આખરી ઉપાયે આત્મહત્યાનો તેઓએ વિચાર કર્યો હતો. જે બાદ આત્મહત્યા માટે આ પીડિત ખતરનાક વિચાર અમલમાં મૂકી શરીરનું નાજુક અંગ એવા પોતાના ગુપ્તાંગ પર ઘા કરી તેને કાપી નાખવા પ્રયાસ કરતા આ શિક્ષક લોહીલુહાણ બન્યા હતાં જેઓને તે બાદ હોસ્પિટલ ખસેડાયા હતા. જોકે શિક્ષકે પોતાનું ગુપ્તાંગ કાપવાનો પ્રયાસ કરી આત્મહત્યાની કોશિશ કરતા, મરણ પથારીએ હોસ્પિટલ બિછાને પડેલા શિક્ષકની ફરિયાદ આધારે પોલીસે 12 વ્યાજખોરો વિરુદ્વ ફરિયાદ નોંધી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT