અમરેલીઃ સાવરકુંડલાના ફટાકડાના ગોડાઉનમાં અચાનક આગ લાગી ગઈ હતી. સાવરકુંડલાના આ ગોડાઉનમાં અચાનક આગ લાગી જતા જોરદાર ભડાકાઓનો અવાજ થવા લાગ્યો હતો. મંગળવારે સમી સાંજે બનેલા આ બનાવને પગલે લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. લોકો પણ ચિંતામાં પડી ગયા હતા. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવવાની તજવીજ શરૂ કરી દીધી છે.
ADVERTISEMENT
આસપાસના વિસ્તારોમાં ફફડાટ
સાવરકુંડલાના ફટાકડાના એક ગોડાઉનમાં મંગળવારે સમી સાંજે ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો હતો. જોકે આ આગ કેવી રીતે લાગી તેની જાણકારી હજુ સુધી મળી શકી નથી. આગ લાગતા જોરદાર ધડાકા થયા હતા. જેના પગલે આસપાસના વિસ્તારોમાં ફફડાટનો માહોલ ઊભો થયો હતો. ઘટનાની જાણ થતા પાલિકાનું ફાયર ફાયટર સ્થળ પર દોડી આવ્યું હતું. ફાયર વિભાગે તાત્કાલીક આગ પર કાબુ મેળવવાના પ્રયાસ શરૂ કર્યા હતા. મહા મહેનત કરવા છતા આગ પર કાબુ મેળવવો ઘણો મુશ્કેલ બની રહ્યો છે.
(ઈનપુટઃ હિરેન રાવિયા, અમરેલી)
ADVERTISEMENT