ગાંધીનગરઃ ગુજરાતમાં સરકારી ભરતીઓ માટે થતી પરીક્ષાઓને લઈને સરકારી તંત્ર ફરી એક વખત નાપાસ થયું છે. જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થઈ જતા હાલ ભરતી ટલ્લે ચઢી છે અને આગામી 100 દિવસોમાં તે ભરતીની નવેસરથી પરીક્ષા લેવાની તારીખોની જાહેરાત થશે ત્યારે ગુજરાત સરકાર વર્ગ-4ની પટાવાળાની જગ્યાઓ પર મોટો કાપ મુકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. આગામી બજેટમાં આઉટસોર્સિંગથી લેવાતી કર્મચારીઓની સેવાઓના ખર્ચાને ઘટાડવા કેટલાક ખાસ નિર્ણય થાય તેવી શક્યતાઓ છે. સચિવાલય અને અન્ય સરકારી કચેરીઓમાં ક્લાસ 1 અધિકારીથી નીચેના વર્ગનાઓને હવે પ્યૂન સેવા ન મળે તેવું પણ બને તેમ છે.
ADVERTISEMENT
જુનિયર ક્લાર્કની પરીક્ષાને છેલ્લા પાંચ વર્ષથી સરકારી ધક્કા, જાણો કેવી સમસ્યાઓ થઈ
મોટાભાગની કામગીરી ઓનલાઈન થઈ
પ્રાપ્ત માહિતી અનુસાર હાલમાં કચેરીઓમાં શાખાદીઠ ઉપરાંત વર્ગ 2ના અધિકારીઓને પણ પટાવાળો મળે છે. હાલમાં જાણકારી પ્રમાણે પ્યૂનની આઉટસોર્સિંગથી લેવાતી સેવાઓ પર કપાત મુકવાની સૂચનાઓ આપવામાં આવી છે. સરકારમાં હવે મોટા ભાગની કામગીરી ઓનલાઈન થઈ રહી છે. ઈ-સરકારને લઈને ફિઝિકલ ફાઈલ્સ એક વિભાગથી બીજા વિભાગ સુધી મોકલવામાં હવે પ્યૂનની તાતી જરૂરિયાત નથી અને ડિઝિટલ ફોર્મેટથી આ કામ સરળતાથી અને ઝડપી થઈ શકે તેમ છે, અને થવા પણ લાગ્યું છે. જેથી પ્યૂનની કોઈ કામગીરી અહીં રહેતી નથી. સરકારનું આ મામલે માનવું છે કે કર્મચારીઓ પણ હવે ચા પાણી મગાવવાથી લઈ ઓફીસ ખોલવા કે બંધ કરવાના કામો જાતે કરે.
ગાંધી હત્યાકાંડની કેસ ડાયરીઃ ગોડસે સહિત 8 કિરદાર, 3 ગોળીઓ જાણો સમગ્ર પ્લાનિંગ અંગે
વર્ગ-3ની ભરતીઓ કરવાનો નિર્ણય
આઉટસોર્સિંગથી વર્ગ-3 અને 4ના કર્મચારીઓની સેવાઓ લેવાય છે. વિભાગોમાં વર્ગ 3ના ખાલી પડેલા સ્થાનો પર ભરતી કરવાનો નિર્ણય થયો છે જ્યારે વર્ગ-4માં પટાવાળા તથા ડ્રાઈવર, લિફ્ટમેન જેવા કર્મચારીઓ પર મોટી ઘાત ગમે ત્યારે પડે તેમ છે. હવે નવેસરથી આ કર્મચારીઓની સંખ્યામાં મોટી કપાત આવે તેમ છે. કારણ કે તે પછી સરકારનું આઉટસોર્સિંગને લઈને ખર્ચનું ભારણ ઘટાડી શકાય તેમ છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT