સુરતઃ સુરતના હઝીરા વિસ્તારમાં રાજેશ્વર મહાદેવ મંદિરની વરસીને લઈને લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડાયરામાં ગુજરાતી લોક કલાકાર ગીતા રબારીએ હાજરી આપી હતી. ગીતા રબારીએ અહીં ડાયરાની જમાવટ કરી દેતા લોકોએ રૂપિયાનો વરસાદ કરી દીધો હતો જેનો વીડિયો પણ સામે આવ્યો છે.
ADVERTISEMENT
કોર્ટ પરિસરમાં દીપડાનો આતંક, વકીલો અને જજ સહિત આખી કોર્ટમાં દોડાદોડ
8 લાખ રૂપિયા ડાયરામાં ઉડાવ્યા
સુરતના હઝીરા વિસ્તારના રાજગરી ગામમાં આવેલા રાજેશ્વર મહાદેવ મંદિરની 9 મી વરસી નિમિત્તે મંદિરના ગ્રાઉન્ડમાં લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતની પ્રખ્યાત લોક ડાયરા કલાકાર ગીતા રબારીએ ડાયરામાં પર્ફોમન્સ કર્યું હતું. રાજગરી ગ્રામજનોને અને હઝીરા વિસ્તારના ગ્રામજનોને ગીતા રબારીએ પોતાના કંઠે ભજન કીર્તન અને સોન્ગ ગવડાવીને ગ્રામજનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. રાજગરી ગામના સામાજિક કાર્યકર શાંતિલાલ પટેલ અને રાજેશ્વર ગ્રુપ દ્વારા આ દાદાની વરસીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગીતા રબારીના આ ડાયરામાં ગામના લોકોએ રૂપિયાના વરસાદ કરી દીધા હતા. અંદાજે 8 લાખ રૂપિયા ડાયરામાં ઉડાવ્યા હતા. આ 8 લાખ રૂપિયા મંદિરના લાભાર્થે ઉપયોગમાં લેવામાં આવશે તેવું પણ આયોજકોએ જણાવ્યું હતું.
(ઈનપુટઃ સંજયસિંહ રાઠોડ, સુરત)
ADVERTISEMENT