નવી દિલ્હીઃ હાલમાં જ તુર્કી અને સીરિયામાં ભારે તારાજી સર્જાઈ હતી જ્યારે ત્યાં ભૂકંપના સતત ઝટકા આવવા લાગ્યા હતા. અહીં લગભગ 35000થી વધારે લોકોના મોત થયા હતા. આ ઘટનામાં હજુ પણ રેસ્ક્યૂ ઓપરેશન્સ ચાલી રહ્યા છે ત્યારે વધુ એક મોટા ભૂકંપના સમાચાર સામે આવ્યા છે. ન્યૂઝિલેન્ડમાં પણ આજે અચાનક 6.1નો ભૂકંપ આવતા લોકોમાં ભયનો માહોલ હતો. આ ઘટના સામે આવ્યા પછી કેટલાક વીડિયો સામે આવી રહ્યા છે જે ન્યૂઝિલેન્ડના ભૂકંપના હોવાનું કહેવાય છે.
ADVERTISEMENT
રિપોર્ટ પછી અદાણીનો ક્રમ ઘટ્યો પણ હિંડનબર્ગના એન્ડરસનનું શું થયું? જાણો
લોરઅ હટ પાસે કેન્દ્ર બિન્દું
ન્યૂઝિલેન્ડમાં આજે બુધવારે ભૂકંપનો મોટો ઝટકો આવ્યો છે. રિક્ટર સ્કેલ પર તેની તિવ્રતા 6.1ની હોવાનું નોંધાયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર લોઅર હટના નોર્થ વેસ્ટની પાસે 78 કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં તેનું કેન્દ્ર બિન્દું મળ્યું છે. જોકે હજુ સુધી આ ભૂકંપની કોઈ મોટી અસર, નુકસાન કે જાનહાનીના અહેવાલ મળ્યા નથી.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT