હેતાલી શાહ.આણંદઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમનો મેળો ભરાશે. ફાગણી પુનમે હજારો શ્રદ્ધાળુઓ ડાકોર રણછોડજીના દર્શન કરવા માટે પહોંચે છે. જેને લઈને ત્રણ દિવસના આ મેળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સાથે જ આવનારા શ્રદ્ધાળુઓને સરળતાથી દર્શન થાય તે માટે ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા દર્શનનો સમય પણ વધારવામાં આવ્યો છે. ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા ફાગણી પૂનમને લઈ દર્શનનો સમયપત્રક બહાર પાડવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આગામી 6 માર્ચના સોમવારે ફાગળ સુદ ચૌદસના દર્શનનું પણ અનેરું મહામ્ય રહેલું છે. સાથે જ 7 માર્ચે ફાગળ સુદ પુનમના દર્શન માટે પણ મોટી સંખ્યામાં ભક્તોનું મહેરામણ આવતું હોય છે. તે પછી 8 માર્ચને બુધવારે ફાગણવદ એકમને લઈને દોલોત્સવનો ઉત્સવ ઉજવશે જેમાં વહેલી સવારે 5:00 વાગે મંદિર ખુલી 5:15 વાગે મંગળા આરતી થશે. તો આવો જાણીએ આ દિવસોમાં મંદિરમાં દર્શન કરવાના સમય ગાળામાં શું ફેરફાર કરવામાં આવ્યા છે અને ભક્તો રણછોડજીના દર્શનનો લાભ કયા સમય દરમિયાન લઈ શકશે?
ADVERTISEMENT
પોતે ઠંડી સહન કરીને પણ ગલુડિયાનું રક્ષણ કરતોઃ પોરબંદરમાં માણસ-પ્રાણીના પ્રેમની કહાનીનો કરુણ અંત
તારીખ 6 માર્ચ સોમવારે ફાગણસુદ ચૌદસે દર્શનનો સમય
– વહેલી સવારે 4:45 વાગે નિજમંદિર ખુલશે
– 5 વાગે મંગળા આરતી થશે
– 5 વાગ્યાથી 8 વાગ્યાં સુધી દર્શન ખુલ્લા રહેશે
– 8:00 થી 8:30 સુધી દર્શન બંધ રહેશે
– 8:30 વાગે દર્શન ખુલી 1:00 વાગ્યાં સુધી ખુલ્લા રહેશે
– 1:00 થી 1:30 દર્શન બંધ રહેશે
– બપોરે 1:30 થી 2:30 સુધી દર્શન ખુલ્લા રહેશે
– 3:30 મંદિર ખુલી 3:45 વાગે આરતી થશે, જે દર્શન 5:30 વાગ્યાં સુધી ખુલ્લા રહેશે
– 5:30 થી 5:45 બંધ રહેશે 5:45 વાગે દર્શન ખુલી રાત્રે 8:00 સુધી ખુલ્લા અને અંતે 8:45 વાગે મંદિર બંધ થશે
લગ્નમાં નબીરાઓ જુગાર રમી કરી રહ્યા હતા મજા, પોલીસે પાડ્યો રંગમાં ભંગ
બીજે દિવસે એટલે ફાગણ સુદ પૂનમ 7 માર્ચ ને મંગળવાર
– વાહલી સવારે 3:45 વાગે મંદિર ખુલી 4:00 મંગળા આરતી થશે જે દર્શન 7:30 સુધી ખુલ્લા રહેશે
– 7:30 થી 8:00 સુધી દર્શન બંધ રહેશે
– 8:00 દર્શન ખુલી 2:30 સુધી ખુલ્લા રહેશે
– 2:30 થી 3:00 સુધી દર્શન બંધ રહેશે
– બપોરે 3:00 થી 5:30 સુધી દર્શન ખુલ્લા રહેશે
– 5:30 થી 6:00 સુધી દર્શન બંધ રહેશે
– 6:00 થી 8:00 સુધી દર્શન ખુલ્લા રહેશે
– 8:15 ખુલી ભગવાન અનુકૂળતાએ પોઢી જશે એટલે મંદિર બંધ
તે પગે પડી છોડી દેવા કરતો રહ્યો આજીજી- પણ સુરતમાં શખ્સે તેને લાકડીના ફટકાઓ માર્યા
ત્રીજે દિવસે એટલે ફાગણવદ એકમ ને 8 માર્ચ ને બુધવાર દોલોત્સવનો ઉત્સવ ઉજવશે
– વહેલી સવારે 5:00 વાગે મંદિર ખુલી 5:15 વાગે મંગળા આરતી થશે.
– 5:15 થી 8 30 સુધી દર્શન ખુલ્લા રહેશે
– 8:30 થી 9:00 વાગ્યા સુધી દર્શન બંધ રહેશે
– 9:00 વાગ્યાથી 1:00 વાગ્યા સુધી ભગવાન ફુલડોરમાં બિરાજ છે દર્શન ખુલ્લા રહેશે
– બપોરે 1:00 વાગ્યાથી 2:00 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે
– 2:00 થી 3:30 સુધી દર્શન બંધ રહેશે
– 3:30 થી 4:00સુધી દર્શન ખુલ્લા રહેશે
– 4:30 થી 5:00 સુધી દર્શન બંધ રહેશે
– સાંજે 5:00 વાગે નિજ મંદિર ખોલી 5:15 વાગે આરતી થઈ નિત્યક્રમ અનુસાર પોઢી જશે.
ગૌતમ અદાણી માટે એક સાથે બે સારા સમાચાર, બે મહિનાનો વિવાદ ઉકેલાયો
મહત્વનું છે કે, ડાકોરમાં ફાગણી પૂનમનુ અનેરૂ મહત્વ છે. એવામાં આ વખતે મોટી સંખ્યામાં ભક્તો પગપાળા ડાકોર પહોંચવાના હોય ભક્તોને ડાકોરના ઠાકોરના દર્શનનો લાવો મળી શકે તે માટે દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT