સંજય શર્મા.નવી દિલ્હીઃ છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટીના નેતાઓ પર જાણે ઘાત હોય તેમ સતત કોર્ટ કેસમાં એક પછી એક ફસાઈ રહ્યા છે અને કાયદાકીય પ્રક્રિયાઓમાંથી પસાર થઈ રહ્યા છે, આ દરમિયાનમાં કોર્ટે જ્યારે બુલ્ડોઝર વિરોધ મામલામાંથી અમાનતુલ્લા સહિતના આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે ત્યારે પાર્ટીને મોટી રાહત મળી છે. દક્ષિણ દિલ્હીમાં બુલ્ડોઝર કાર્યવાહીનો વિરોધ કરવાના મામલામાં મુખ્ય આરોપી આપ નેતા અમાનતુલ્લાહ ખાનને કોર્ટ તરફથી મોટી રાહત મળી ગઈ છે.
ADVERTISEMENT
રાઉસ એવેન્યૂ કોર્ટે અમાનતુલ્લાહ ખાન સહિત અન્યોને આરોપ મુક્ત કર્યા છે. આઉસ એવેન્યૂ કોર્ટના આદેશ પ્રમાણે પુરાવાઓના અભાવને કારમે આરોપીઓને છોડવામાં આવ્યા છે. રાઉસ એવેન્યૂ કોર્ટે
જાન્યુઆરી 2023ના આદેશને રદ્દ કર્યો છે. કોર્ટે 20 જાન્યુઆરીએ આદેશમાં IPCની કલમ 147 (રમખાણ), 153 (રમખાણો ભડકાવવાના ઈરાદાથી ઉશ્કેરવા), 186 (લોક સેવકને તેના સાર્વજનિક કાર્યોએ નિર્વહનમાં બાધા આપવા), 353 (હુમલો કે ગુનાહિત દળ) અંતર્ગત આરોપ નક્કી કર્યા હતા.
સંવિધાન નાગરિકોને શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાની પરવાનગી આપે છેઃ કોર્ટ
કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે પ્રદર્શનકારી શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરી રહ્યા હતા. દિલ્હી પોલીસ તંત્ર અને ભાજપ સામે નારેબાજી કરે છે. તેમની પાસે કોઈ પણ પ્રકારના ધારદાર હથિયાર ન હતા. કોર્ટે કહ્યું કે ભારતનું સંવિધાન દેશના નાગરિકોને શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાની પરવાનગી આપે છે. અભિયોજન પક્ષે કોઈ પણ પ્રશંસનીય કે સંતોષજનક સ્પષ્ટીકરણ આપ્યું નથી કે કેમ કથિત ઘટના સ્થળની કોઈ વીડિયો રેકોર્ડિંગ ન હતી, જ્યાં લોકો પથ્થરબાજી કરી રહ્યા હતા.
પથ્થરબાજી સમયનો કોઈ વીડિયો નથીઃ કોર્ટ
રાઉસ એવેન્યૂ કોર્ટે કહ્યું હતું કે પથ્થરબાજીના સમયનો કોઈ વીડિયો નથી. કોર્ટે કહ્યું કે, પથ્થરબાજીના સમય પર કોઈ વીડિયો ન હોવાની કોઈ ખાસ કારણ પક્ષે આપ્યું નથી. અમાનતુલ્લાહ ખાન સહિત લોકો પર મે 2022માં દક્ષિણ દિલ્હીમાં અતિક્રમણ કાર્યવાહીના વિરોધના મામલામાં હુલ્લડ અને પોલીસ કર્મીઓ પર પથ્થરમારો કરવાના આરોપ હતા. તે પહેલા એસીએમએમ (એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ)એ 20 જાન્યુઆીએ આ મામલામાં અમાનતુલ્લાહ ખાનને આઈપીસી 147/149/153/186/ 353 /332ના અંતર્ગત આરોપ નક્કી કર્યા હતા. આ આદેશને અમાનતુલ્લાહ ખાને સ્પેશ્યલ કોર્ટમાં પડકાર આપ્યો હતો. આજે સ્પેશ્યલ કોર્ટે નિચલી કોર્ટના આદેશને નિરસ્ત કરતા અમાનતુલ્લાહ ખાનને આરોપ મુક્ય કરી દીધા છે.
ADVERTISEMENT