અમદાવાદઃ હાલમાં જ અમદાવાદના કાલુપુર વિસ્તાર પાસેના પાંચ કુવા ખાતે એક વ્યક્તિની જાહેરમાં હત્યા કરી દેવાની ઘટના બની હતી. સમાજના જમણવામાં થયેલી લાઈનમાં આવવાની માથાકુટને લઈને નારાજગી રાખી એક વ્યક્તિને પાઠ ભણાવવા ઘાતક હથિયારો સાથે ધસી આવેલા શખ્સોએ સરાજાહેરમાં તે વ્યક્તિ પર હુમલો કરી તેની હત્યા કરી દીધી હતી. મામલાને લઈને પોલીસ સતત તપાસ કરી રહી હતી. જોકે પોલીસના હાથ આખરે આરોપીઓના કોલર સુધી પહોંચી ગયા હતા. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ શખ્સોને શોધી કાઢી તેમના પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT
Parliament session: PM મોદીનો પલટવાર, અદાણી મામલે આડકતરો ટોંણો
હત્યા કરનારા કોણ?
હથીયારો વડે હુમલો કરી એક વ્યક્તિની જાહેરમાં હત્યા કરી તે ગુનો ગંભીર પ્રકારનો હોય આરોપીઓ શોધી કાઢવા માટે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુકત પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર એમ.એસ.ત્રિવેદીની ટીમના પીએસઆઈ જી.આર.ભરવાડ તથા હે.કો. સિરાજઅહેમદ, હે.કો.અમીતભાઈ તથા બીજા સ્ટાફના દ્વારા ગુનામાં સંડોવાયેલા આરોપીઓ (૧) સાદ્દીકઠુસેન ઉર્કે દાદા ઝહીરહુસેન મોમીન (ઉવ.33 રહે, 52 ગુલ મહોર સોસાયટી, તસ્લીમ સોસાયટીની પાછળ વટવા) (૨) લીયાકતઅલી ઝહીરહુસેન મોમીન (ઉવ.30 રહે. 52 ગુલ મહોર સોસાયટી, તસ્લીમ સોસાયટીની પાછળ વટવા અમદાવાદ)ને લાંભા ભમરીયા ફુવા પાસેથી આજે બુધવારે પકડી લીધા હતા. પોલીસે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વીજળી બચાવવા આપી સૂચના કહ્યું, અજવાળુ હોય ત્યાં સુધી ઓફિસમાં લાઈટનો ઉપયોગ
કેવી રીતે કરી હતી હત્યા?
પકડાયેલા આરોપીઓ ગઈ તા.03/02/23 ના રોજ વટવા સૈયદવાડીમાં સમાજના લગ્ન હોય જે લગ્નમાં પકડાયેલા આરોપીઓ તેમના મિત્રો સાથે જમવા માટે બેસેલા હતા. જે દરમ્યાન મરણજનાર તેઓની પાસે આવ્યો અને વહેલા જમવા બાબતે તેમજ લાઈનમાં આવવા બાબતે બોલાચાલી થઈ હતી. સમાજના પ્રતિષ્ઠીત લોકો સામે મરણ જનારે જાહેરમાં બોલાચાલી કરી હોવાને કારણે આરોપીઓએ ભેગા થઈ તેને સબક સિખવાડવાનું નક્કી કર્યું હતું. જે પછી તા. 06/02/23 ના રોજ બપોરના ત્રણેક વાગ્યાના સુમારે સારગપુર પાણી ટાંકી પાસે ફરિયાદી તથા મરણજનાર રિક્ષામાં જતા હતા. જેથી આરોપીઓએ પોતાની રિક્ષામાં રાખેલા પ્રાણધાત હથિયાર સાથે તેઓની રિક્ષાનો પીછો કરી કાલુપુર પાચ કુવાના મિરઘાવડાના નાકે પાસે આરોપીઓએ પ્રાણઘાત હથિયારો વડે હમલો કરી ફરિયાદી, માસીયાઈ ભાઈ સાબાનહુસેન ઉર્ફે સાબાનઅલીને રહેંશી નાખ્યો હતો. જે બાબતે પોલીસ સ્ટેશન ખાતે ખૂનનો ગુનો નોધાયો હતો. આ કેસમાં પકડાયેલા આરોપીઓને કાલુપુર પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે.
(ઈનપુટઃ ગોપી ઘાંઘર, અમદાવાદ)
ADVERTISEMENT