અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા અમદાવાદમાં સૌથી મોટા રાજકીય મંચ સજી ગયો છે. અમદાવાદમાં યોજાયેલી ગુજરાત Tak બેઠકમાં સીનિયર જર્નાલિસ્ટ રાજદીપ સરદેસાઈએ ગુજરાતમાં આ વખતે ચૂંટણીમાં મતદારોનો મિજાજ, તથા ત્રણેય પાર્ટીઓ ભાજપ, કોંગ્રેસ અને AAPના ગુજરાતમાં પ્રદર્શન અંગે પણ પોતાના મત વ્યક્ત કર્યા હતા.
ADVERTISEMENT
ચૂંટણીમાં ભાજપને 3 કારણે રહેશે એડવાન્ટેજ
રાજદીસ સરદેસાઈએ કહ્યું કે, ‘BJP કો ગુજરાત મેં હરાના મુશ્કીલ હી નહીં, નામુમકીન હૈ’, આ વખતે મને લાગે છે કે ભાજપને એડવાન્ટેજ છે. પહેલું કારણ નરેન્દ્રભાઈ 8 વર્ષ દેશના પ્રધાનમંત્રી રહ્યા છે, અને ગુજરાતી અસ્મિતા એવી થઈ ગઈ છે કે અમારો માણસ પ્રધાનમંત્રી છે. બીજી વાત મતની વહેંચણી થઈ ગઈ છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત. AAPની અસર મધ્ય અને ઉત્તર ગુજરાતમાં એટલી નથી પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તેને વોટ શેર મળશે. એન્ટી ઈન્કમ્બન્સીના કારણે 10માંથી 4-5 વોટ AAP તરફ જાય છે અને તેનું નુકસાન કોંગ્રેસને થાય છે. ત્રીજું કારણ મધ્ય ગુજરાતમાં હિન્દુત્વ. તમે કંઈપણ કહો એક હિન્દુ મુસ્લિમ ફેક્ટર થઈ ગયું છે. આ ત્રણ કારણોને લીધે મને લાગે છે 2022માં ભાજપને ફાયદો થશે.
‘મોદીજીમાં લોકોનો વિશ્વાસ છે’
કેટલાક લોકો ડરી રહ્યા છે અને નારજ છે પણ ખુલીને બોલી રહ્યા નથી. હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગયો ત્યારે યુવાનોએ પેપરલીક, રોજગારી મુદ્દે નારાજગી દર્શાવી. તેઓ ભાજપના વચનો પૂરા ન થતા નારાજ છે. મોદીજીમાં લોકોનો વિશ્વાસ છે, ભૂપેન્દ્રભાઈમાં નથી. સૌરાષ્ટ્રમાં ઘણા લોકો મળ્યા જેમણે મુખ્યમંત્રી કોણ છે તે પણ ખબર નથી.
કોંગ્રેસે 20 વર્ષમાં ક્યારેય ભાજપને ટક્કર નથી આપી
લોકોને વિશ્વાસ નથી કે હું કોંગ્રેસને વોટ આપીશ અને મારા ધારાસભ્ય બનશે તે બીજા દિવસે ભાજપમાં જોડાઈ જશે તો. તેનું કોંગ્રેસને નુકસાન થાય છે અને તેનો લાભ આમ આદમી પાર્ટી લે છે. AAPને સીટ મળશે કે નહીં મળે તે અલગ વાત છે પણ સૌરાષ્ટ્રમાં લોકોના મોઢે તેનું નામ છે. કોંગ્રેસ 20 વર્ષમાં ક્યારેય ભાજપને ટક્કર આપી શકી નથી. કોંગ્રેસના સમયમાં નર્મદા ડેમની શરૂઆત થઈ પરંતુ તેઓ પોતાના નેતાનું માર્કેટિંગ કરવામાં નિષ્ફળ છે, જ્યારે નરેન્દ્ર મોદી માર્કેટિંગમાં માસ્ટર છે.કોંગ્રેસ અંદરોઅંદરની લડાઈમાં જ ફસાઈ ગયું છે. જેનો ભાજપને લાભ થયો છે.
AAP વિશે શું કહ્યું?
જો આમ આદમી પાર્ટી ગુજરાતમાં 15 વર્ષ રહેશે તો ભાજપના નાકમાં દમ કરશે. ભાજપ અરવિંદ કેજરીવાલથી ડરે છે. ભાજપ માનતું નથી પરંતુ આ યુવા વર્ગ માટે કેજરીવાલ એટ્રેક્ટિવ થઈ ગયા છે. આમ આદમી પાર્ટી લાંબા સમય માટે ભાજપ માટે પડકાર રહેશે અને ભાજપ જાણે છે. એ ડિબેટમાં પણ થાય છે. એટલા માટે ભાજપે નિર્ણય લીધો છે કે AAP સાથે બેસવાનું નથી. આ ચૂંટણીમાં મને લાગે છે કે નંબર 2 કોણ થશે. એ પણ વોટ શેરમાં. સીટમાં કોંગ્રેસ રહેશે. જોકે ગુજરાતમાં ભાજપ ચોક્કસ મેજોરિટીથી જીતશે. ભાજપને 120 જેટલી સીટો આવશે.
ADVERTISEMENT