અમદાવાદઃ નવરાત્રિ પછી હવે દિવાળીનો તહેવાર પણ આવી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં વતન વાપસી કરી રહેલા લોકોની સંખ્યા પણ વધશે. તહેવારોના સમયમાં બહારગામથી રાજ્યમાં આવતા અથવા અહીંથી પોતાના વતને જતા લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે, એના માટે ગુજરાત ST નિગમે 19થી 24 ઓક્ટોબર સુધી વધારાની 2300 બસ દોડાવવાનો નિર્ણય કર્યો છે. જેના પરિણામે તહેવારોમાં યાતા-યાત ધમધમતું જોવા મળશે.
ADVERTISEMENT
વિવિધ ડિવિઝનમાં બસો દોડાવાશે
- સુરત ડિવિઝનની વાત કરીએ તો વધારાની 1550 જેટલી બસ દોડાવવામાં આવશે.
- અમદાવાદમાં 700થી વધુ વધારાની બસો દોડાવવામાં આવશે.
- ઉલ્લેખનીય છે કે માત્ર આ બે શહેરોમાં જ નહીં પરંતુ રાજ્યભરના ડેપોમાંથી વધારાની બસો ચાલશે.
દિવાળીમાં વેઈટિંગમાં થયો વધારો
વતન જવા માટે તહેવારોની અંદર મુસાફરોનો ધસારો જોવા મળી રહ્યો છે. અત્યારે મોટાભાગની ટ્રેનોમાં 300થી વધુનું વેઈટિંગ જોવા મળી રહ્યું છે. તો કેટલાક વિસ્તારોમાં 500થી વધુનું વેઈટિંગ આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે રેલવે પ્રશાસન દ્વારા પણ 18થી વધુ ટ્રેનોમાં વધારાના કોચ જોડવામાં આવ્યા છે.
ADVERTISEMENT