શાહબાઝ શરીફ બીજી વખત પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા, પવન સિંહે ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો

Gujarat News 03 March LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

live news

લાઈવ ન્યૂઝ

follow google news

Gujarat News 03 March LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
 

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 05:26 PM • 03 Mar 2024
    પવન સિંહે ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો

    લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ભાજપ દ્વારા 195 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. આમાં ભોજપુરી સુપરસ્ટાર પવન સિંહને પણ પશ્ચિમ બંગાળની આસનસોલ લોકસભા સીટ પરથી ભાજપે ઉમેદવાર બનાવ્યા હતા. જોકે, ટિકિટ મળ્યાના 24 કલાકની અંદર પવન સિંહે ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. 

  • 03:45 PM • 03 Mar 2024
    શાહબાઝ શરીફ બન્યા પાકિસ્તાનના વડાપ્રધાન

    પાકિસ્તાનમાં શાહબાઝ શરીફ દેશના 24માં વડાપ્રધાન બન્યા છે. તેમને નેશનલ એસેમ્બલીમાં 201 સાંસદોનું સમર્થન મળ્યું હતું. વડાપ્રધાન તરીકે ચૂંટાયા બાદ શાહબાઝ શરીફે નવાઝ શરીફ અને તેમના તમામ સમર્થકોનો તેમના પર વિશ્વાસ કરવા બદલ આભાર માન્યો હતો. 

  • 03:43 PM • 03 Mar 2024
    ડૉ. હર્ષ વર્ધનને રાજકારણને કર્યું અલવિદા

     2024ની સામાન્ય ચૂંટણીઓ માટે ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવતા, પાર્ટીમાં રાજકારણથી દૂર રહેવાની પ્રક્રિયા શરૂ થઇ ચુકી છે. ગઈકાલે ભાજપના બે મોટા નેતાઓએ યાદી જાહેર થયા પહેલા રાજનીતિમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી એવામાં યાદી જાહેર થયા બાદ આજે ભાજપના વધુ એક દિગ્ગ્જ નેતાએ રાજકીય સફરની સમાપ્તિની ઘોષણા કરી છે. પૂર્વ આરોગ્ય મંત્રી અને ભાજપના દિગ્ગ્જ નેતા ડૉ. હર્ષ વર્ધનને આજે રાજનીતિમાંથી ફરજ મુક્ત કરવાની વિનંતી કરી છે. તેમણે X પર પોસ્ટ કરતા લખ્યું કે, ત્રીસ વર્ષથી વધુની રાજનીતિની સક્રિય કારકિર્દીમાં, મેં પાંચેય વિધાનસભા અને બે સંસદીય ચૂંટણીઓ લડી હતી, જે મેં મોટા માર્જિનથી જીતી હતી, અને પાર્ટી સંગઠન અને રાજ્ય અને કેન્દ્ર સરકારોમાં ઘણા પ્રતિષ્ઠિત હોદ્દા પર કામ કાર્ય બાદ હવે મારે મારા મૂળમાં પાછા ફરવાની પરવાનગી જોઈએ છે. 

  • 03:42 PM • 03 Mar 2024
    નીતિન પટેલે દાવેદારી પરત ખેંચી

    લોકસભાની ચૂંટણી પહેલા  ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા નીતિન પટેલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને બધાને ચોંકાવી દીધા છે. વાસ્તવમાં નીતિન પટેલે લોકસભાના ઉમેદવાર તરીકેની દાવેદારી પરત ખેંચી છે. નીતિન પટેલે જણાવ્યું કે, મહેસાણા લોકસભા સીટના ભાજપના ઉમેદવાર તરીકે કેટલાક કારણોસર મેં ઉમેદવારી નોંધાવી હતી. ગઈકાલે રાજ્યની 15 લોકસભા સીટના ઉમેદવારો જાહેર કરવામાં આવેલ છે અને મહેસાણા લોકસભાના ઉમેદવારની પસંદગી પ્રક્રિયા હજુ પણ ચાલું છે. તે પહેલા ભાજપના ઉમેદવાર તરીકેની મારી દાવેદારી હું પરત ખેંચુ છું.

  • 12:20 PM • 03 Mar 2024
    હિંમતનગર-વિજાપુર હાઈવે પર ટ્રાફિક જામ

    સાબરમતી બ્રિજ પર ટ્રકો સામે સામે ટકરાતા હિંમતનગર-વિજાપુર હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે.  સાબરમતી બ્રિજ ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેના કારણે બન્ને બાજુ વાહનોની લાંબી કતારો લાગી હતી. બંને બાજુમાં બે-બે કિલોમીટર ટ્રાફિકજામ થયો હતો. તો અકસ્માતમાં ટ્રક ચાલકના પગ ફસાતા ફાયર બિગેડ ઘટના સ્થળે પહોંચી હતી.  હિંમતનગર ફાયર બ્રિગેડના જવાનો દ્વારા ડ્રાઇવરનો પગ ફસાઈ જતાં કટર વડે લોખંડના પતરા કાપી પગ બહાર કાઢવામાં આવ્યો હતો. ટ્રક ચાલકના પગમાં ગંભીર ઇજા થતા હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. 

  • 09:48 AM • 03 Mar 2024
    ઓનલાઈન ચૂંટણી કાર્ડ બનાવવાના રેકેટનો પર્દાફાશ

    ખોટા દસ્તાવેજના આધારે ઓનલાઈન ચૂંટણી કાર્ડ બનાવવાના રેકેટનો પર્દાફાશ થયો છે. ચૂંટણી કાર્ડની કોપી જેવા ડોક્યુમેન્ટ પર આધારકાર્ડ માટે એપ્લાય કરાતા સમગ્ર મામલો મામલતદારના ધ્યાને આવ્યો હતો. જેને લઈને સોલા પોલીસ સ્ટેશનમાં 2 ઈસમો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. ઘટનાની ગંભીરતા જોતા પોલીસે તપાસ કરી, અને સોલા પોલીસે કન્સલ્ટન્સી ધરાવતા યુવક અને બાંગ્લાદેશી યુવકની ધરપકડ કરી છે.

  • 09:45 AM • 03 Mar 2024
    પાલનપુર-અંબાજી હાઈવે પર અકસ્માત

    Accident News: પાલનપુર-અંબાજી હાઈવે પર અંધારીયા પાસે અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે, જ્યારે 10 થી વધુ ઘાયલ થયા છે. પીકઅપ ડાલાનું ટાયર ફાટતાં પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. પીકઅપ ડાલુ દાતા તાલુકાના શ્રમિકોને લઈને મજૂરી અર્થે પાલનપુર તરફ આવતું હતું ત્યારે આ દુર્ઘટના બની હતી. ઈજાગ્રસ્તોને પાલનપુર સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા છે..

follow whatsapp