અંબાજીઃ અંબાજી મંદિરમાં વર્ષોથી પ્રસાદમાં મોહનથાળ આપવામાં આવે છે. જોકે આ વખતે મોહન થાળને બંધ કરવાનો નિર્ણય ખુદ ગામના લોકોએ જ વિરોધ કરીને પડકાર્યો છે. હિન્દુ હિત રક્ષા સમિતિએ પણ વિરોધ પ્રદર્શન કર્યું છે. અંબાજીના દેવસ્થાન ટ્રસ્ટને લોકોએ 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. આ 48 કલાકમાં જો ફરીથી મોહનથાળ પ્રસાદીમાં શરૂ નહીં થાય તો ઉગ્ર આંદોલન અને ભૂખ હડતાળ પણ કરવાની તૈયારીઓ તેમણે દર્શાવી છે.
ADVERTISEMENT
Breaking: અમરેલી પીપાવાવ પોર્ટ પર NCBનું સર્ચ ઓપરેશન, કન્ટેનરમાં ડ્રગ્સની શંકા
પ્રસાદમાં ચીક્કી અપાઈ
અંબાજી મંદિરે મોહનથાળને બદલે પ્રસાદ તરીકે ચીક્કી આપવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. આ મામલાને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રસાદમાં ફેરફાર કરવાના નિર્ણયને લઈને ગામના લોકો આકરા થયા છે. લોકોએ મંદિર તંત્રના આ નિર્ણયનો વિરોધ કર્યો છે. હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. અંબાજી બંધ રાખવું પડે તો રાખીશું તેવો પણ તે લોકોએ નિર્ધાર કર્યો છે. હિન્દુ હિત રક્ષા સમિતિના કાર્યકર્તાઓ સાથે ગામના લોકો પણ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા છે.
શુક્ર ગોચર 2023: આ દિવસે શુક્ર મેષ રાશિમાં ગોચર કરશે, 5 રાશિઓ પર થશે ધનનો વરસાદ
અગ્રણીઓએ શું કહ્યું11
અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ફરી ચાલુ કરવાની હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા માગ કરવામાં આવી રહી છે. અંબાજી મંદિરમાં હાલ મોહનથાળને બદલે ચીક્કીનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે. 48 કલાક માટે મંદિર ટ્રસ્ટને અલ્ટિમેટમ આપીને ગામના લોકો અને સમિતિના અગ્રણીઓએ કહ્યું કે 48 કલાકમાં જો મંદિર તંત્ર આ નિર્ણય પાછો નહીં લે અને પુનઃ મોહનથાળનો પ્રસાદ નહીં શરૂ કરે તો ઉગ્ર આંદોલન કરીશું. વિરોધ પ્રદર્શન કારીઓએ એટલે સુધી કહ્યું છે કે જો અંબાજી બંધ રાખવું પડે કે, ભુખ હડતાળ કરવી પડે તો પણ તમામ પ્રકારની તૈયારીઓ છે.
(ઈનપુટઃ ધનેશ પરમાર, બનાસકાંઠા)
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT