Gujarat Exit Poll Result 2024 Live Updates: લોકસભા ચૂંટણી માટે સાતમા અને અંતિમ તબક્કાના મતદાન બાદ 1 જૂન એટલે કે આજની સાંજે એક્ઝિટ પોલ જાહેર થશે. ટીવી ચેનલો અને સર્વે એજન્સીઓ 543 લોકસભા બેઠકો માટે તેમના અંદાજો રજૂ કરશે. તે સ્પષ્ટ થઈ જશે કે આગામી 4 જૂને ભાજપની આગેવાની હેઠળની NDA કે વિપક્ષી ઈન્ડિયા ગઠબંધનની સરકાર બનશે. ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો માટે 7 મેના રોજ મતદાન થયું હતું. ગુજરાતમાં કુલ 60.13 ટકા મતદાન થયું હતું. સુરત લોકસભા બેઠકને ભાજપ પહેલા જ બિનહરીફ જીતી ચૂકી છે. એક્ઝિટ પોલ સાંજે 6 વાગ્યાથી શરૂ થશે.
ADVERTISEMENT
કુલ 266 ઉમેદવારો મેદાનમાં
ગુજરાત 25 લોકસભા સીટો માટે આ વખતે ચૂંટણીના મેદનમાં કૂલ 266 ઉમેદવારો છે. રાજ્યની 25 સીટો પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ આ વખતે ઈન્ડિયા ગઠબંધન હેઠળ સંયુક્ત રીતે ચૂંટણી લડી છે. તેમાં ભરૂચ અને ભાવનગર સીટો પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા હતા, બાકીની 23 સીટો પર કોંગ્રેસ મેદાનમાં છે. ગુજરાતની જે સીટોને લઈને લોકોમાં વધારે ઉત્સુકતા છે. તેમાં રાજકોટ, ભરૂચ, બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર અને આણંદ લોકસભા સીટ સામેલ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગાંધીનગર અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા પોરબંદરથી ચૂંટણી લડવાના કારણે બંને બેઠકો VIP કેટેગરીમાં છે.
કોંગ્રેસે ઘણા દિગ્ગજોને ઉતાર્યા છે મેદાનમાં
2009ની લોકસભા ચૂંટણીમાં રાજ્યની 26 સીટોમાંથી 15 સીટો ભાજપ અને 11 સીટો કોંગ્રેસને મળી હતી, પરંતુ 2014માં મોદી લહેરમાં કોંગ્રેસે તમામ સીટો ગુમાવી હતી. 2019માં કોંગ્રેસ એક પણ સીટ જીતી ન શકી હતી. આવી સ્થિતિમાં કોંગ્રેસ સામે 2024 ચૂંટણીમાં ખાતું ખોલાવવાનો પડકાર છે. કોંગ્રેસે આ વખતની ચૂંટણીમાં ઘણા દિગ્ગજોને મેદાનમાં ઉતાર્યા છે. જેમાં પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્ય દળના નેતા અમિત ચાવડા, પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી, મહિલા મોરચાના અધ્યક્ષ જેનીબેન ઠુમ્મર અને મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનું નામ સામેલ છે.
ADVERTISEMENT