અમરેલીઃ અમરેલી વિધાનસભા ખાતે આજે ગુરુવારે યોજાયેલા ખેલ મહાકુંભમાં એક કરુણ ઘટના બની છે. અહીં કબડ્ડીની ટીમના એક ખેલાડીનું રમત દરમિયાન નિધન થતા સમગ્ર ટીમ શોકમાં સરી પડી છે. હોસ્પિટલની બહાર આખી ટીમની આંખોમાં આંસુ હતા. તેઓ ઢળી પડ્યા પછી તેમને સારવાર માટે લઈ જવાયા હતા. જોકે ત્યાં તેમને મૃત જાહેર કરતા સહુ ચોંકી ગયા હતા.
ADVERTISEMENT
અચાનક રમત દરમિયાન ઢળી પડ્યા
અમરેલી વિધાનસભા વિસ્તારમાં આજે ગુરુવારે ખેલ મહાકુંભ યોજાયો હતો. દરમિયાન કબડ્ડીની મેચ ચાલી રહી હતી. આ ગેમમાં એક ખેલાડી હતા મહેશભાઈ પુંજાભાઈ વેકરિયા. આ ખેલાડી પોતે એસટી (સ્ટેટ ટ્રાન્સપોર્ટ) વિભાગના કર્મચારી પણ હતા. તેઓ ચાલુ રમત દરમિયાન અચાનક ઢળી પડ્યા હતા. તેમને અચાનક આ રીતે પડી ગયેલા જોઈ સહુ કોઈ તેમની પાસે દોડી ગયા હતા. તેમને તુરંત અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે ત્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. તેમને મૃત હોવાનું જાહેર થતા જ અહીં આવી પહોંચેલા તેમના સાથીઓની આંખો ભરાઈ આવી હતી. તે તમામ સ્તબ્ધ થઈ ગયા હતા. પોતાની ટીમનો એક સાથી હવે રહ્યો નથી તે વાતે બધાને રડાવી દીધા હતા.
‘ભાઈ… બહુ હેરાન કર્યો મને’- સુરતના યુવકે મિત્રને મોકલેલા વીડિયોથી આત્મહત્યાના કેસમાં આવ્યો નવો વળાંક
(વીથ ઈનપુટઃ હિરેન રાવિયા, અમરેલી)
ADVERTISEMENT