બનાસકાંઠાઃ છેલ્લા કેટલાક સમયથી બની રહેલા ગુનાઓથી તંત્ર પણ ચિંતામાં મુકાયું છે. દરમિયાનમાં બનાસકાંઠાના કલેક્ટર દ્વારા એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમણે આદેશ કરતાં કહ્યું છે કે. બનાસકાંઠા જિલ્લામાં રાત્રે 8 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી ટ્યૂશન ક્લાસિસ બંધ રાખવાના છે. આ સમયમાં વિદ્યાર્થીઓની એકલતાનો લાભ લઈ કોઈ ગુનાહીત પ્રવૃત્તિનો લાભ ન ઉઠાવી જાય તે હેતુથી આ નિર્ણય કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
9 ફેબ્રુઆરી સુધી ખાસ અમલવારી
બનાસકાંઠામાં અપહરણ, હત્યા વગેરે જેવા ગુનાઓ વધી રહ્યા છે. વિદ્યાર્થીઓની સલામતીની ચિંતામાં આગળ આવેલા તંત્રએ એક મહત્વનો નિર્ણય લીધો છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે એક આદેશ કર્યો છે. જેમાં તેમણે બનાસકાંઠા જિલ્લામાં 9 ફેબ્રુઆરી સુધી રાત્રીના 8થી સવારના 7 વાગ્યાના સમય સુધી ટ્યૂશન ક્લાસિસને બંધ કરવાનો આદેશ કર્યો છે. જો કોઈ ટ્યૂશન ચાલક આ આદેશનું ઉલ્લંઘન કરે છે તો જાહેરનામા ભંગને લઈને તેની સામે કાર્યવાહી થશે.
ADVERTISEMENT