Gujarat News 29 February LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
ADVERTISEMENT
लाइव-ब्लॉग समाप्त हुया।
- 05:30 PM • 29 Feb 2024ભાજપે સંયોજક અને સહસંયોજકની કરી નિમણૂંક
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, જેને લઈને તમારા રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ચૂંટણીમાં જીત મેળવવા માટે રાજકીય પક્ષ દ્વારા રણનીતિ ઘડવામાં આવી રહી છે. ત્યારે લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ કેટલાક નેતાઓને જવાબદારી સોંપી છે. ભાજપએ પ્રદેશ ચૂંટણી પ્રબંધન સમિતિના સંયોજક તેમજ સહસંયોજક તરીકે નિમણૂંક કરી છે. જેમાં આઈ કે જાડેજાને લોકસભા ચૂંટણીના સંયોજક બનાવાયા છે. જ્યારે સહસંયોજક તરીકે જયસિંહ ચૌહાણ, જગદીશ પટેલ, પ્રદીપ પરમાર અને ભરત આર્યની નિમણૂંક કરાઈ છે. - 04:38 PM • 29 Feb 2024ગુજરાતની સરકારી ઈજનેરી કોલેજોમાં વર્ગ 1થી 4માં 60 ટકા જગ્યા ખાલી, વિધાનસભામાં સરકારનો ખુલાસો
ગુજરાતમાં આવેલી વિવિધ સરકારી ઈજનેરી કોલેજમાં વર્ગ 1થી લઈને વર્ગ ચાર સુધીની કુલ 60 ટકા જેટલી જગ્યાઓ ખાલી રહી છે. ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયેલ વિગત અનુસાર, વર્ગ એકની 534 જગ્યા સામે 316 જગ્યા ખાલી રહી છે. સરકારી ઈજનેરી કોલેજમાં વર્ગ 2 ની મંજૂર થયેલ 1469 જગ્યા સામે 193 જગ્યા ખાલી રહી છે. વર્ગ 3 ની 475 જગ્યાઓ સામે 300 જગ્યાઓ ખાલી છે. વર્ગ 4 ની 260 મંજૂર જગ્યાઓ પૈકી 201 જગ્યાઓ ખાલી રહી છે. હાલમાં ગુજરાતમાં 16 સરકારી ઈજનેરી કોલેજ કાર્યરત છે. આ જગ્યાઓ વહીવટી કારણોસર જગ્યાઓ ખાલી હોવાનું રાજ્ય સરકારે કબૂલ્યું છે.
- 04:00 PM • 29 Feb 2024કેન્દ્ર સરકારે એક મોટી જાહેરાત કરી
લોકસભા ચૂંટણી 2024 પહેલા કેન્દ્ર સરકારે એક મોટી જાહેરાત કરી છે. મોદી સરકારે 17 લાખ લોકોને રોજગાર આપવાની જાહેરાત કરી છે. સાથે જ કેબિનેટની બેઠકમાં પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાને પણ મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પ્રેસ કોન્ફરન્સ કરીને આ જાણકારી આપી છે.
- 03:51 PM • 29 Feb 2024અમરેલી જિલ્લાના ખેડૂતો રોષિત
લોકસભાની ચૂંટણી પહેલાં અમરેલી જિલ્લાના ખેડૂતો રોષિત, સાવરકુંડલાના ઓળીયા ગામના ખેડૂતોએ નેશનલ હાઈવેના બનવાના બાયપાસ સામે વિરોધ નોંધાવ્યો છે. અગાઉ સ્ટેટ હાઈવેમાં ખેડૂતોની જમીનો કપાયા બાદ ફરી જમીનો કપાત સામે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.
- 10:42 AM • 29 Feb 2024રાઘવજી પટેલ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ
Rajkot News: ગુજરાત સરકારમાં કૃષિમંત્રી રાઘવજી પટેલને રાજકોટની સિનર્જી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે, રાઘવજી પટેલને જામનગર ખાતે બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. જેના કારણે તેઓને 11મી ફેબ્રુઆરીના રોજ રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારથી તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, તેઓની તબિયતમાં સુધારો થતાં તેઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
- 10:10 AM • 29 Feb 2024દાહોદ હિંસક અથડામણ
દાહોદના જૂની કોર્ટ રોડ વિસ્તારમાં એક જ કોમના બે પક્ષો વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી. જેમાં 10 લોકો ઈજાગ્રસ્ત થતાં તેઓની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. હાલ પણ આ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના કોર્ટ રોડ ખાતે મદ્રેસાના કાર્યક્રમ માટે ટેન્ટ બાંધતી વખતે એક જ કોમના બે પક્ષો વચ્ચે તકરાર થઈ હતી. જે બાદ બંને પક્ષોના લોકો તલવાર અને છરી લઈને સામ સામે આવી ગયા હતા. તો આ દરમિયાન સામ-સામે પથ્થરમારો પણ થયો હતો. તલવાર અને ચાકુના ઘા વાગતાં 10 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ અંગેની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને પોલીસે ટોળાને વિખેરી મામલો થાળે પાડ્યો હતો. ઘાયલોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા
ADVERTISEMENT
ADVERTISEMENT