Gujarat News 27 February LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
ADVERTISEMENT
लाइव-ब्लॉग समाप्त हुया।
- 05:05 PM • 27 Feb 2024ભાવનગરની ખાનગી હોસ્પિટલની ગંભીર બેદરકારી
ભાવનગરની ખાનગી હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં ડિલિવરી દરમિયાન પ્રસ્તુતાનું મૃત્યુ નીપજ્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે. મનિષાબેન ગોહિલ નામની 25 વર્ષીય યુવતીની ડિલિવરી દરમિયાન બ્લિડિંગ થવાથી તબિયત લથડી હતી અને મનિષાબેનનું મૃત્યુ નિપજ્યું હતું. જોકે, નવજાત બાળકી તંદુરસ્ત છે. પરિવારનો આરોપ છે કે, ડોક્ટર દ્વારા બેદરકારી દાખવામાં આવી હતી, ડોક્ટરનાં હાથમાંથી કેસ નીકળી જતા મનીષાને સરકારી હોસ્પિટલમાં લઈ જવા માટે કહેવામાં આવ્યું હતું, જે બાદ મનિષાનું મોત નિપજ્યું હતું.
- 04:13 PM • 27 Feb 2024રાજકોટના આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર લાંચ લેતા ઝડપાયા
રાજકોટના આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર મહેસાણાની ક્ષય હોસ્પિટલમાં ₹30,000ની લાંચ લેતા ઝડપાયા. મહેસાણાના ક્ષય કેન્દ્રમાં મેડિકલ ઓફિસરની ચેમ્બરમાં ગોઠવેલા છટકામાં વર્ગ બેના અધિકારી લાન્ચ લેતા ઝડપાયા છે. મહેસાણામાં ક્ષય કેન્દ્રના સ્ટાફ અને કર્મચારીઓ પાસે ઓડિટમાં ભૂલો કાઢીને પૈસાની માગણી કરતા હતા. સૌપ્રથમ 65000ની લાંચની માંગણી કરનાર ઓડિટર આખરે 30 હજાર સ્વીકારતા જ એસીબીના હાથે ઝડપાઈ ગયા.
- 12:22 PM • 27 Feb 2024રાજકોટમાં ઈનકમ ટેક્સ વિભાગે મેગા ઓપરેશન હાથ ધર્યું
રાજકોટમાં ઈનકમ ટેક્સ વિભાગે મેગા ઓપરેશન હાથ ધર્યું છે. આજે સવારથી બિલ્ડર લોબી પર IT વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સૌરાષ્ટ્રના ટોચના બિલ્ડર ઓરબીટ ગ્રુપ પર IT વિભાગે તપાસ હાથ ધરી છે. વિનેશ પટેલ, દિલીપ લાડાણી અને તેમની સાથે સંકળાયેલા બિલ્ડરોને ત્યાં ઈનકમ વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. રાજકોટ ઇન્વેસ્ટીગેશન વિંગની કુલ 200 જેટલા અધિકારીઓની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઇ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, અલગ અલગ બાંધકામ સાઈટ, ઓફિસો અને મકાન મળીને કુલ 35 જેટલા સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી છે. - 11:58 AM • 27 Feb 202430 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત
અરવલ્લીમાં હાર્ટ એટેકના કારણે વધુ એક યુવકનું મોત થયું છે. ભિલોડા તાલુકાના મોટાકંથારિયાનાં 30 વર્ષીય જયદીપકુમાર મગનભાઈ પટેલ નામ યુવાનનું હાર્ટ એટેકથી મોત થયા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
- 09:42 AM • 27 Feb 2024નારણભાઇ રાઠવા ભાજપમાં જોડાશે
લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે છોટાઉદેપુરના રાજ્યસભાના સાંસદ નારણભાઈ રાઠવા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. નારાણભાઈ રાઠવા સાજે સવારે 11 વાગ્યે ગાંધીનગર કમલમ ખાતે ભાજપનો ખેસ ધારણ કરશે. લોકસભા ચૂંટણી પહેલા નારણભાઈ રાઠવા ભાજપમાં જોડાતા આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગશે.
- 09:40 AM • 27 Feb 2024અમદાવાદ-ધોળકા હાઈવે 5 લોકોના મોત
આજે વહેલી સવારે અમદાવાદ-ધોળકા હાઈવે પર પુલેન સર્કલ પાસે કાર ડમ્પર પાછળ અથડાતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 5 લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. તો 2 લોકો ઈજાગ્રસ્ત થતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓની સારવાર ચાલી રહી છે. મળતી માહિતી મુજબ આ તમામ મૃતકો દાહોદના રહેવાસી હતા. તેઓ મજૂરી કામ માટે રાણપુર જઈ રહ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT