Gujarat News 25 February LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
ADVERTISEMENT
लाइव-ब्लॉग समाप्त हुया।
- 06:31 PM • 25 Feb 2024'દેશ ત્રીજીવાર એનડીએ સરકારને આશીર્વાદ આપી રહ્યો છે'
પીએમ મોદીએ કહ્યું કે, આજે સમગ્ર દેશ જે પ્રેમ આપી રહ્યો છે, જે આશીર્વાદ આપી કહ્યો છે, તો તેના યશનું હક્કદાર આ રાજકોટ પણ છે. આજે જ્યારે આખો દેશ ત્રીજીવાર એનડીએ સરકારને આશીર્વાદ આપી રહ્યો છે, આખો દેશ અબ કી બાર મોદી સરકાર 400ને પારનો વિશ્વાસ કરી રહ્યો છે. ત્યારે હું રાજકોટના એક-એક પરિજનને શિશ નમાવીને નમન કરુ છું.
- 06:01 PM • 25 Feb 2024કામ મોદીએ કરીને બતાવ્યું: PM
રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોંગ્રેસના રાજપરિવારે રાયબરેલીમાં માત્ર રાજનીતિ કરી છે, જ્યારે કામ મોદીએ કરીને બતાવ્યું છે. જ્યારથી અન્યની અપેક્ષાઓ પૂરી થાય છે, ત્યાંથી મોદીની ગેરંટી શરૂ થાય છે.
- 05:56 PM • 25 Feb 2024લાંબા સમયથી દ્વારકા નગરી જોવાની હતી ઈચ્છાઃ PM
પીએમ મોદીએ કહ્યું કે, આજે દ્વારકાના દરિયામાં ડૂબી ગયેલી કૃષ્ણની દ્વારકા નગરીને જોવાનો અને સ્પર્શ કરવાનો મોકો મળ્યો. મને લાંબા સમયથી ભગવાન શ્રી કૃષ્ણની જૂની દ્વારકા નગરીને જોવાની ઈચ્છા હતા અને આજે તે ઈચ્છા પણ પૂરી થઈ.
- 05:46 PM • 25 Feb 2024મેં 22 વર્ષ પહેલા રાજકોટના ધારાસભ્ય તરીકે લીધા હતા શપથ: PM
રેસકોર્સ ગ્રાઉન્ડમાં જાહેરસભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, ગઈ કાલે મારા જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ હતો,આજથી બરાબર 22 વર્ષ પહેલા મેં ગાંધીનગરમાં રાજકોટના ધારાસભ્ય તરીકે શપથ લીધા હતા. આજે 22 વર્ષ પછી હું રાજકોટના દરેક પરિવારને ગર્વથી કહી શકું છું કે મેં તમારા વિશ્વાસ પર ખરા ઉતરવાનો પ્રયાસ કર્યો છે. રાજકોટનું જે કર્જ છે તે હું વ્યાજની સાથે વિકાસ સ્વરૂપે ચૂકવવાનો પ્રયાસ કરી રહ્યો છું.
- 05:42 PM • 25 Feb 2024એરપોર્ટથી રેસકોર્સ સુધી યોજાયો રોડ શૉ
AIIMSના લોકાર્પણ બાદ વડાપ્રધાન મોદીનો જૂના એરપોર્ટથી રેસકોર્સ સભા સ્થળ સુધી રોડ શૉ યોજાયો હતો. 800 મીટરના રોડ શૉમાં મોટી સંખ્યામાં રાજકોટના લોકો સામેલ થયા હતા. પીએમ મોદીનું અલગ-અલગ સંસ્થાઓ અને જૂથોએ સ્વાગત કર્યું હતું. પીએમ મોદીને વોરા સમુદાય દ્વારા શાલ આપવામાં આવી હતી, જેનો પીએમએ સ્વીકાર કર્યો હતો.
રોડ શૉ બાદ મોદી ખુલ્લી જીપમાં મંચ પર પહોંચ્યા. - 04:33 PM • 25 Feb 2024ગુજરાતની પ્રથમ એઈમ્સનું PM મોદીના હસ્તે લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટમાં રૂ. 1195 કરોડના ખર્ચે બનેલી ગુજરાતની પ્રથમ એઈમ્સ અને રૂ. 120 કરોડના ખર્ચે બનેલી રાજ્યની સૌથી ઊંચી મેટરનિટી એન્ડ ચાઈલ્ડ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું છે. આ સાથે તેઓએ ગુજરાત તેમજ દેશના વિકાસને વેગ આપતા રૂ. 48 હજાર કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું છે.
- 01:31 PM • 25 Feb 20247 માર્ચે ગુજરાત આવશે ભારત જોડો ન્યાય યાત્રા
કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા 7 માર્ચથી ગુજરાતમાં આવશે. ભારત જોડો ન્યાય યાત્રા 7 માર્ચે દાહોદથી ગુજરાતમાં પ્રવેશશે અને 10 માર્ચે સમાપ્ત થશે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતનાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ કેન્દ્ર સ્થાને રહેશે. કોંગ્રેસની ભારત જોડો યાત્રા દાહોદ, પંચમહાલ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી અને ડાંગ જિલ્લામાંથી પસાર થશે.
- 12:07 PM • 25 Feb 2024લોકસભા સાંસદ રિતેશ પાંડેનું રાજીનામું
આંબેડકર નગરથી બહુજન સમાજ પાર્ટીના લોકસભા સાંસદ રિતેશ પાંડેએ BSPના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. રિતેશ આજે ભાજપમાં જોડાઈ શકે છે. રાજીનામા બાદ તેમણે આરોપ લગાવ્યો હતો કે તેમને બસપા દ્વારા યોજાતી પક્ષીય બેઠકોમાં આમંત્રણ આપવામાં આવતું નથી. તેમજ પાર્ટી કક્ષાએ પણ વાતચીત કરવામાં આવી ન હતી.
- 09:37 AM • 25 Feb 2024રાજકોટ AIIMSનું PM મોદી કરશે લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજકોટમાં ગુજરાતની પ્રથમ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)નું લોકાર્પણ કરશે. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ માહિતી આપી હતી.
- 09:36 AM • 25 Feb 2024'સુદર્શન સેતુ'નું લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. દેવભૂમિ દ્વારકા ખાતે વડાપ્રધાન મોદીએ અરબી સમુદ્ર પર બનેલા દેશના સૌથી લાંબા કેબલ સ્ટેઇડ બ્રિજ 'સુદર્શન સેતુ'ને રાષ્ટ્રને સમર્પિત કર્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT