Gujarat News 14 April LIVE Updates: ભુજના કાઉન્સિલરે પાલિકાના કર્મચારીને માર્યો માર, પોલીસે હાથ ધરી તપાસ

Gujarat News 14 April LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

live news

લાઈવ ન્યૂઝ

follow google news

Gujarat News 14 April LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 04:41 PM • 14 Apr 2024
    કાઉન્સિલરે પાલિકાના કર્મચારીને માર્યો માર

    ભુજ પાલિકાના કર્મચારી પર ભાજપ કાઉન્સિલરે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. સેનેટરી ટાંકાની બોરવેલ અને પોતાના વિસ્તારની પાણીની મોટરો ચાલુ રાખવા સંદર્ભે કાઉન્સિલરે ભુજ પાલીકામાં ફરજ બજાવતા વોટર સપ્લાય એન્જિનિયર મનદીપ સોલંકી સાથે બબાલ કરી હતી અને માર માર્યો હતો. હાલ ઈજાગ્રસ્ત કર્મચારીને જી. કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો છે. સમગ્ર ઘટના અંગે બી-ડીવીઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે

  • 12:43 PM • 14 Apr 2024
    ગુજરાત પોલીસબેડામાં ફેરફાર

    IPS Transfer: ગુજરાતમાં IPS અધિકારીઓના પોસ્ટિંગને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના 35  IPS અધિકારીઓની બઢતી/બદલી કરવામાં આવી છે. ગૃહ વિભાગ દ્વારા અધિકારીઓની બદલી અને પ્રમોશનને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતના નવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, વડોદરાના નરસિમ્હા કોમર, સુરત રેન્જના આઈજી પ્રેમવીરસિંહ અને ચૈતન્ય માંડલીકનું પોસ્ટિંગ છે. જે.આર.મોથલિયા અમદાવાદ રેન્જના આઈજી અને ચિરાગ કોરડીયા બોર્ડર રેન્જ આઈજી તો ઈમ્તિયાઝ શેખને છોટાઉદેપુરના SP બનાવાયા  છે. 
     

  • 11:09 AM • 14 Apr 2024
    કોંગ્રેસ કાર્યકરોએ કરી ઉજવણી

    રાજકોટઃ પરેશ ધાનાણીનું નામ જાહેર થતાં કોંગ્રેસ દ્વારા ઉજવણી કરવામાં આવી, બહુમાળી ચોક ખાતે સરદાર પટેલની પ્રતિમાને હાર પહેરાવી ફટાકડા ફોડીને ઉજવણી કરી. આ દરમિયાન કોંગ્રેસ કાર્યકરોએ જીતેગા ભાઈ જીતેગા પરેશ ધાનાણી જીતેગાના નારા લગાવ્યા હતા. જોકે, આ ઉજવણી સમયે ઇન્દ્રનીલ રાજ્યગુરુ, ડોક્ટર હેમાંગ વસાવડા, મહેશ રાજપુત, પ્રદીપ ત્રિવેદી, લલિત કગથરા સહિતના નેતાઓ ગેરહાજર રહ્યા હતા.

  • 09:44 AM • 14 Apr 2024
    સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ

    આજે સવારે લગભગ 5 વાગ્યે બે અજાણ્યા શખ્સોએ બાંદ્રામાં સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કર્યું હતું. પોલીસને 3 રાઉન્ડ ફાયરિંગની માહિતી મળી છે. આ મામલે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 
     

  • 09:37 AM • 14 Apr 2024
    અજાણ્યા વાહને અકસ્માત સર્જતાં 3 લોકોના મૃત્યુ

    ભાવનગર-અમદાવાદ હાઈવે પર સનેસ ગામ નજીક અજાણ્યા વાહને અકસ્માત સર્જતાં 3 લોકોના મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે 4 લોકો ઈજાગ્રસ્ત થતાં તેઓને સારવાર અર્થે ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, 40 યાત્રાળુઓનો સંઘ ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાના વરસોલા ગામથી ભાવનગર રાજપરા ખોડીયાર મંદિરે  જઈ રહ્યો હતો. આ વેળાએ રફતારના કહેરે અડફેટે લેતા ત્રણ યાત્રાળુઓના કમકમાટી ભર્યા સ્થળ પર જ મોત થયા છે. અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક વાહન લઈને ફરાર થઈ ચૂક્યો છે. તો 4 ઈજાગ્રસ્ત યાત્રાળુઓને 108 દ્વારા ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે.
     

follow whatsapp