Gujarat News 02 March LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
ADVERTISEMENT
लाइव-ब्लॉग समाप्त हुया।
- 11:10 AM • 02 Mar 2024ખોટી માહિતી ફેલાવનારની ખેર નહીં
ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા પરિપત્ર જાહેર જાહેર કરવામાં આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે, બોર્ડની પરીક્ષામાં ખોટી માહિતી ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.બોર્ડની પરીક્ષામાં અનેક લોકો પેપરલીકની ખોટી માહિતી ફેલાવતા હોય છે. ખોટી માહિતી ફેલાવનારાઓ સામે IPC અને IT ACT મુજબ કાર્યવાહી થશે.
- 11:06 AM • 02 Mar 2024રાજકોટમાં બિલ્ડરો પર ITના દરોડા મોટો ઘટસ્ફોટ
- રાજકોટમાં બિલ્ડરો પર ITના દરોડામાં મોટો ઘટસ્ફોટ
- ITની તપાસમાં 500 કરોડથી વધુના બેનામી વ્યવહારોનો ખુલાસો
- બિલ્ડરોના હિસાબની ડાયરીમાં અનેક મોટા રોકાણકારોના નામ ખૂલ્યા
- જેમના નામો ખુલ્યા તેમની પણ આગામી દિવસોમાં થશે પૂછપરછ
- આગામી મહિને ખોલવામાં આવશે બેંકના લોકર
- લાડાણી અને ઓરબીટ ગ્રુપને ત્યાં 4 દિવસથી ચાલી રહ્યું છે સર્ચ
- GST ચોરીની શક્યતાને પગલે તપાસ રિપોર્ટ GST વિભાગને સોંપાયો
- 10:41 AM • 02 Mar 2024ગંભીરે રાજનીતિમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી
પૂર્વ દિલ્હીના ભાજપ સાંસદ ગૌતમ ગંભીરે રાજનીતિમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. તેણે આ અંગે પીએમ મોદી અને અમિત શાહને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા વિનંતી કરી છે. ગંભીર હવે માત્ર ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે.
- 09:26 AM • 02 Mar 2024મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રી મંડળ અયોધ્યા જવા રવાના
ઉત્તર પ્રદેશના અયોધ્યાના રામ મંદિરમાં રામલલ્લા બિરાજમાન થઈ ગયા છે. રામલલ્લાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો અયોધ્યા જઈ રહ્યા છે, ત્યારે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમંત્રી મંડળના મંત્રીઓ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને પુરુષાર્થથી અયોધ્યામાં નિર્માણ થયેલા ભવ્ય રામ મંદિરમાં બિરાજમાન રામલલ્લાના દર્શન માટે આજે રવાના થયા છે. સામાન્ય યાત્રિકોની જેમ પોતાના ખર્ચે ભગવાન રામના દર્શન કરશે.
- 09:24 AM • 02 Mar 2024જૂનાગઢ દત્ત ચોક માં નોન વેજ રાંધતા થયો વિવાદ, મહાશિવરાત્રિ પર્વે પુર્વે જ બની ઘટના
- ગિરનાર સાધુ સમાજ દ્વારા ગિરનાર છાયા મંડળ બનશે
- સનાતન ધર્મની રક્ષા માટે બધા સમાજ જ્ઞાતિઓનું સમર્થન
- ટ્રસ્ટની રચના થશે જે ગિરનાર સ્થાનિક સંતો ને લઇ ધાર્મિક કાર્યક્રમો ને લઈ આયોજન માટે કામ કરશે
- સાધુ માં જાતિવાદ, કેટલાક સાધુઓ ની જોહુકમિથી જ ચાલે છે મહાશિવરાત્રિ શાહી સ્નાન અને મેળા નું આયોજન
- માંસ મટન અને દારૂ, વિધર્મીઓની બગીઓ આ ધાર્મિક પર્વમાં ન આવવી જોઈએ
- મહેશ ગિરિ એ આ વાત નું જેણે સમર્થન આપ્યું એ મહાદેવ ગિરિઓ અને અન્ય સાધુઓને ધાક ધમકી આપી છે... આ ચલાવી ન લેવાય...
- કેટલાક લોકો આ ગિરનાર વેચી નાખશે
ADVERTISEMENT
ADVERTISEMENT