BREAKING: મોરબી દુર્ઘટનામાં જયસુખ પટેલને મૃતકોના પરિજનોને રૂ.10 લાખ વળતર ચૂકવવા HCનો આદેશ

અમદાવાદ: મોરબીમાં ઝુલતા બ્રિજની દુર્ઘટનાને લઈને ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આજની સુનાવણીમાં હાઈકોર્ટે મોરબી દુર્ઘટનામાં સરકાર અને કંપની બંનેનો…

gujarattak
follow google news

અમદાવાદ: મોરબીમાં ઝુલતા બ્રિજની દુર્ઘટનાને લઈને ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આજની સુનાવણીમાં હાઈકોર્ટે મોરબી દુર્ઘટનામાં સરકાર અને કંપની બંનેનો સરખો દોષ હોવાનું ટાંક્યું હતું. હાઇકોર્ટે વચગાળાનો આદેશ આપતા ઓરેવા કંપનીને દરકે મૃતકોના પરિજનોને પ્રતિ વ્યક્તિ રૂ.10 લાખ ચૂકવવા કહ્યું છે. આ સાથે ઈજાગ્રસ્તોને પણ 2 લાખ રૂપિયા ચૂકવવા કહેવાયું છે. આમ મૃતકોના પરિજનોને હવે રૂ. 20 લાખ વળતર મળશે. જ્યારે આખરી વળતર માટેની સુનાવણી હાઈકોર્ટમાં હવે પછી થશે.

5 લાખ અત્યારે અને 5 લાખ બીજા બે અઠવાડિયામાં ચૂકવવા પડશે
હાઈકોર્ટમાં હાથ ધરવામાં આવેલી સુનાવણીમાં ખંડપીઠે SITનો રિપોર્ટ કોર્ટમાં મૂકવાની માગણી કરી હતી. જયસુખ પટેલ વતી તેમના વકીલે વ્યક્તિ દીઠ રૂ.5 લાખનું વળતર ચૂકવવાની તૈયારી દર્શાવી હતી. ત્યારે કોર્ટે બને એટલા જલ્દી 5 લાખ રૂપિયા ચૂકવવા ટકોર કરી છે અને આગામી બે અઠવાડિયામાં બીજા 5 લાખ મૃતકોના પરિજનોને ચૂકવવા માટે આદેશ કર્યો છે.

આ પણ વાંચો: મોડાસા-હિંમતનગર હાઈવે પર કાર અને બુલેટ વચ્ચે ભયાનક અકસ્માત, માસી-ભાણિયા સહિત 3નાં મોત

સરકાર 45 ટકા તો ઓરેવાએ 55 ટકા લેકે વળતર ચૂકવવાનું થાય
નોંધનીય છે કે, ગઈકાલે જ આ અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કહ્યું કે, 25 વર્ષ પહેલા ભોપાલ દુર્ઘટનામાં પણ વ્યક્તિ દીઠ રૂ.50 લાખ વળતર ચૂકવાયું હતું, તો આટલા વર્ષો પછી સરકાર 10 લાખ ચૂકવે તે યોગ્ય નથી. ઓરેવા કંપનીએ પણ વળતર ચૂકવવું પડે. સરકારે 45 ટકા મુજબ 10 લાખ વળતર ચૂકવવાનું નક્કી કર્યું છે તો ઓરેવાએ 55 ટકા વળતર લેખે કેટલી રકમ ચૂકવવાની થાય? તેમ ટકોર કરતા ઓરેવા ગ્રુપને સવાલ પૂછ્યો હતો કે તેઓ પીડિતાનો પરિજનોને કેટલું વળતર ચૂકવવા માટે તૈયાર છે. ત્યારે ગ્રુપ દ્વારા વ્યક્તિ દીઠ રૂ.3.5 લાખ ચૂકવવાની તૈયારી દર્શાવાઈ હતી. જેને હાઈકોર્ટે ખૂબ જ ઓછી ગણાવી હતી અને ફરીથી રકમ નક્કી કરીને કહેવા કહ્યું હતું.

SIT રિપોર્ટમાં થયા હતા ચોંકાવનારા ખુલાસા
નોંધનીય છે કે, તાજેતરમાં જ હાઈકોર્ટમાં SITનો રજૂ કરાયેલો રિપોર્ટ સામે આવ્યો હતો. મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ અને ઉપપ્રમુખે સમાધાનના મુદ્દાને યોગ્ય રીતે લીધો ન હોવાનો ખુલાસો થયો હતો. સક્ષમ ટેકનિકલ નિષ્ણાંત સાથે પરામર્શ વિના સમારકામ કરવામાં આવ્યું હતું. સમારકામ કાર્ય શરૂ કરતા પહેલા મુખ્ય કેબલ અને વર્ટિકલ સસ્પેન્ડરની તપાસ કરવામાં આવી નહોતી. 49 માંથી 22 કેબલ પહેલેથી જ તોડી નંખાયા હતા. જેના અનુસાર આ કેબલ બ્રિજ તૂટી પડ્યો તે અગાઉ જ કેટલાક તાર કપાઈ ગયા હતા. જ્યારે અકસ્માત બન્યો ત્યારે બીજા બાકી રહેલા 27 તાર તુટી ગયા અને સમગ્ર પુલ તુટી પડ્યો હતો.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

 

    follow whatsapp