નવી દિલ્હી : દિવાળી પહેલા સરકાર જાણે કે તમામ નાગરિકોને ખુશ કરવાના મુડમાં હોય તેમ એક પછી એક ખુશ ખબર આપી રહી છે. દિવાળીના તહેવાર દરિયાન લારી-ગલ્લા ધારકોને પરેશાન ન કરવા માટે સરકાર દ્વારા સુચન કરવામાં આવ્યું છે. લારી-ગલ્લાવાળા વેપારીઓને પરેશાન ન કરવા માટે ગૃહ વિભાગ દ્વારા સંબંધિત વિભાગોને મૌખિક આદેશ અપાયા છે.
ADVERTISEMENT
દિવાળીના સમયે લારી-ગલ્લા વાળાને પરેશાન નહી કરવા “મૌખિક સુચના”
દિવાળીના તહેવાર પર નાના વેપારીઓ કે જે રોડ પર ઉભા રહીને વેપાર-ધંધા કરતા હોય છે તેમની પાસે દિવાળી અલગ અલગ વિભાગના કર્મચારીઓ દ્વારા લેવાતી હોય છે. માસીક હપ્તા ઉપરાંત દિવાળી સમયે વધારે પૈસા ઉઘરાવાતા હોવાના દાવા અનેક વેપારીઓ દ્વારા કરવામાં આવતા હોય છે. તેવામાં દિવાળી દરમિયાન કોઇને મલાઇ ન આપવી પડે તે માટે સરકાર દ્વારા SP અને કમિશ્નરોને મૌખિક સુચના આપવામાં આવી છે.
સરકારની મૌખિક સુચનાઓ હાલના સમયે સૌથી વધારે ચર્ચામાં છે
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ સમગ્ર રાજ્યમાં “મૌખીક સુચના” ચર્ચાનો મુદ્દો છે. હર્ષ સંઘવી દ્વારા પોલીસને ગરબા બંધ નહી કરાવવા બાબતે મૌખીક સુચના અપાઇ હતી. જો કે બીજા જ દિવસે હાઇકોર્ટે આ અંગે સ્પષ્ટતા કરી હતી અને કહ્યું કે, ક્યાંયથી ફરિયાદ આવે તો પોલીસે કાર્યવાહી કરવી પડશે. જેથી સરકારનો વધારે એક કથિત “નિર્ણય” બાબતે ફિયાસ્કો થયો હતો. જ્યારે લારી-ગલ્લાવાળા લોકો બાબતે પણ આવું જ કંઇ થાય તેવું વેપારીઓ ગણગણી રહ્યા છે. કારણ કે તેઓએ 12 મહિના ધંધો કરવાનો હોય તેવી સ્થિતિમાં સરકારના માત્ર મૌખિક આદેશના આધારે તેઓ પોલીસ કે કોર્પોરેશન કે પાલિકાના કર્મચારી સામે ટક્કર લઇ ને શકે તેવી સ્થિતિમાં તેમણે દિવાળી આપ્યે જ છુટકો છે.
ADVERTISEMENT