Geeta Jayanti : આજે ગીતા જયંતીના અવસરે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગે જાહેર કર્યું કે નવા શૈક્ષણિક સત્રથી ધોરણ 6-8માં ભગવદ્ ગીતાને અભ્યાસમાં સમાવેશ કરવામાં આવશે. આ પુસ્તકનું શિક્ષણ વિભાગ દ્વારા વિમોચન કરવામાં આવ્યું છે. સચિત્ર ગીતાના સિધ્ધાંતો અને મૂલ્યો નામે આ પુસ્તકને પ્રકાશિત કરવામાં આવ્યું છે. ગીતા જંયતીના અવસરે આજે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને પ્રફુલ પાનસેરિયાએ આ મુદે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે. શ્રીમદભાગવત ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યોને બાળકોના જીવનમાં ઉતારવા માટે ભગવત ગીતાને અભ્યાસ ક્રમમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
મૂલ્યો અને સિદ્ધાંતોમાં બાળકોને રસ પડે તે માટેનો પ્રયાસ
પૂર્વ શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ પણ અગાઉ 17 માર્ચે “શ્રીમદ્ ભગવદ્ ગીતા”નો અભ્યાસક્રમમાં સમાવેશ કરાશે તેવી જાહેરાત કરી હતી. શૈક્ષણિક વર્ષ 2022-23થી શાળા શિક્ષણમાં ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાનપ્રણાલીનો સમાવેશ કરવાની વાત પણ જાહેરાતમાં કરવામાં આવી હતી. પ્રથમ તબક્કામાં રાજ્યની શાળાઓમાં ધોરણ 6 થી 12 માં શ્રીમદ્ ભગવદ્ ગીતામાં સમાવિષ્ટ મૂલ્યો અને સિદ્ધાંતોનો બાળકોને સમજ અને રસ પડે તે પ્રમાણે પરિચય કરાવવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવી હતી.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં શિક્ષણ વ્યવસ્થા અને શૈક્ષણિક સંસ્થાઓને માર્ગદર્શિત કરતા મૂળભૂત સિદ્ધાંતો આપવામાં આવ્યા છે. આ પૈકી એક સિદ્ધાંત વિદ્યાર્થીઓમાં ભારતની સમૃદ્ધ, વૈવિધ્યસભર, પ્રાચીન અને આધુનિક સંસ્કૃતિ તથા જ્ઞાન પ્રણાલીઓ તેમજ પરંપરાએ પ્રત્યે ગર્વ અને જોડાણની લાગણી અનુભવે તેવો પ્રયાસ કરવા પર ભાર મૂકે છે. આ અનુસંધાને રાજ્યની શાળાઓના વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિનું જોડાણ થાયે તે જરૂરી છે.
ADVERTISEMENT